નવી દિલ્હી : સ્વાતંત્રતા સંગ્રામનાં આપણા વીર ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂએ 23 માર્ચ, 1931એ દેશ ખાતર હસતાં હસતા ફાંસીનો ફંદાને પહેરી લીધો હતો. જો કે તેમને આજ સુધી સરકાર દ્વારા શહીદનો દરજ્જો નથી આપવામાં આવ્યો. તેમનાં પરિવારજનોએ ત્રણેય સપુતોને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી છે અને કહ્યું કે તેનાં માટે 23 માર્ચ એટલે કે શુક્રવારથી જ દિલ્હીમાં તેઓ અનિશ્ચિત સમય સુધી ઉપવાસ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે દેશમાં દરેકે દરેક બાળક એ ગીત ગાતા હોય, 'शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले' ત્યાંનાં અમર શહીદોનાં પરિવારજનોને તેમનાં અધિકારીક રીતે શહિદ જાહેર કરાવવા માટે ઉપવાસ કરવા પડી રહ્યા છે. વર્ષ 2013માં કોંગ્રેસ સરકાર દરમિયાન કરાયેલી એક આરટીઆઇમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ભગતસિંહને દસ્તાવેજોમાં શહીદ નથી માનતી. ત્યારથી ભગતસિંહનાં વંશજો પણ ભગતસિંહ બ્રિગેડનાં બેનર તળે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને સરકારી રેકોર્ડમાં શહીદ જાહેર કરાવવાની લડાઇ લડી રહ્યા છે.


આ મુદ્દો હાલ સંસદમાં પણ ઉઠી ચુક્યો છે. જો કે અત્યાર સુધી સરકારે આ અંગે કોઇ જ નિર્ણય નથી લીધો. સપ્ટેમ્બર 2016માં આ જ માંગનાં મુદ્દે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનાં વંશચ જલિયાવાલા બાગથી ઇન્ડિયા ગેટ સુધી શહીદ સન્માન જાગૃતી યાત્રા કાઢી ચુક્યા છે.


રાજગુરૂનાં પરિવારજનો કહી ચુક્યા છે કે, દેશની આઝાદીને 70 વર્ષ થઇ ચુક્યા છે, પરંતુ આજે પણ તેમને શહીદનો દરજ્જો નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે, ભગતસિંહ અને રાજગુરૂએ 1928માં લાહોરમાં એક બ્રિટિશ જુનિયર પોલીસ અધિકારી જોન સોન્ડર્સની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અસલમાં તે હત્યા ભુલથી થઇ હતી તેઓ એક બ્રિટિશ પોલીસ સુપ્રીટેન્ડન્ટની હત્યા કરાવવા માંગતા હતા. ભારતનાં તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવીને આ મુદ્દે એક વિશેષ ટ્રિબ્યુનલ રચી જેમાં ત્રણેયને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્રણેયને 23 માર્ચ, 1931નાં રોજ લાહોરની સેન્ટ્રલ જેલની અંદર ફાંસી આપવામાં આવી હતી.