નવી દિલ્હી/ચંડીગઢ: આમ આદમી પાર્ટીના પંજાબ શાખાના પ્રમુખ ભગવંત માન દ્વારા પંજાબના લોકોને લખાયેલા એક પત્રએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. આ પત્રએ વિપક્ષી દળોને માન અને તેમની પાર્ટી વિરુદ્ધ મુદ્દો આપી દીધો છે. આ પત્રમાં માને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે અને આ સાથે જ પોતાના સાંસદ રહેતા સંગરૂરમાં કરાયેલા કામોની પણ ગણના કરી છે. કામકાજના ઉલ્લેખ વચ્ચે તેમણે પત્રમાં એવું પણ લખી દીધુ જેના કારણે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા આમ આદમી પાર્ટી માટે માથાનો દુ:ખાવો પણ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનને આંખે અંધારા લાવી દેનારી 2016ની સર્જિકલ સ્ટ્રાઈક પર મોટો ખુલાસો


વાત જાણે એણ છે કે આમ આદમી પાર્ટીના વોલિયેન્ટિયર્સ લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે આ પત્ર પંજાબના લોકોને ડોર ટુ ડોર કેમ્પેઈન હેઠળ વહેંચી રહ્યાં હતાં. આ પત્રમાં ભગવંત માને લખ્યું છે કે તેમણે પંજાબ માટે પોતાના અભિનયની કેરિયર અને સ્ટેન્ડ અપ કોમેડીનો પ્રોફેશન સુદ્ધા છોડી  દીધો. તેમણે દારૂની ખરાબ લતને છોડીને આખુ જીવન પંજાબના લોકો માટે સમર્પિત કરી દીધુ છે. 


શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્યો


ભગવંત માનની આ વાતને વિરોધી પાર્ટીઓએ મુદ્દો બનાવી લીધો છે. તથા તેઓ તેના પર સવાલ ઉઠાવી રહ્યાં છે. વિરોધી પક્ષો કહે છે કે જો ભગવંત માને પોતે દારૂ પીવાનું છોડી દીધુ તો તેને તેઓ પોતાની ઉપલબ્ધિ તરીકે પંજાબના લોકોને કેવી રીતે ગણાવી શકે? 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...