શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્યો
લોકસભા ચૂંટણી 2019માં ભાજપના 'મેં ભી ચોકીદાર' પર નિશાન સાધતા શ્રીનગર નગર નિગમના ડેપ્યુટી મેયર શેખ ઈમરાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
Trending Photos
શ્રીનગર: લોકસભા ચૂંટણી 2019માં ભાજપના 'મેં ભી ચોકીદાર' પર નિશાન સાધતા શ્રીનગર નગર નિગમના ડેપ્યુટી મેયર શેખ ઈમરાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. શેખ ઈમરાને 'મેં ભી ચોકીદાર'ની જેમ પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડી દીધો છે. આ સાથે જ પોતાના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડે. સોશિયલ મીડિયા પર ઈમરાનની આ હરકતની ઘોર ટીકા થઈ રહી છે. આમ છતાં તેઓ હજુ પોતાની વાત પર મક્કમ છે.
તેમણે એક નિવેદનમાં કહ્યું કે, "મુજાહિદ શબ્દનો અર્થ જેહાદ (પવિત્ર લડાઈ)માં સામેલ થનારા સાથે છે અને તેઓ બદીઓ સામે હુમલો કરનારા અને સચ્ચાઈની વકાલત કરનારા રક્ષક છે. તમામ મુસલમાનોએ 'મુજાહિદ' હોવું જોઈએ અને આ શબ્દના અર્થના ઉપયોગમાં કોઈ નુકસાન નથી. જેહાદ દુશ્મન વિરુદ્ધ એક આધ્યાત્મિક લડાઈ છે. મીડિયાના કેટલાક વર્ગોએ અમારા ધર્મની ખોટી વ્યાખ્યા કરી છે."
ઈમરાનના જણાવ્યાં મુજબ મીડિયા હંમેશા મુજાહિદ શબ્દનો ઉપયોગ નકારાત્મક રીતે કરે છે. કોંગ્રેસના સહયોગથી શ્રીનગર નગર નિગમમાં ડેપ્યુટી મેયર બનનારા શેખ મોહમ્મદ ઈમરાન આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની પણ નીકટ છે. ઈમરાને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર કાશ્મીરી યુવકોને કહ્યું કે તેઓ ચોકીદારનો જવાબ મુજાહિદથી આપે. તમામ પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડે. તેમણે કહ્યું કે મુજાહિદ શબ્દનો અર્થ ધર્મયોદ્ધા થાય છે. જે ઈસ્લામના દુશ્મનો સામે લડે.
ડેપ્યુટી મેયર દ્વારા મુજાહિદ શબ્દનો ઉપયોગ થવાથી તેને લોકોને ઉક્સાવવાની કોશિશ તરીકે ધ્યાનમાં લઈને આકરી પ્રતિક્રિયા આવી રહી છે. તેને તેમની સાંપ્રદાયિક માનસિકતાનું પ્રતિક ગણાવવામાં આવી રહી છે. આ વિવાદ પર ઈમરાને કહ્યું કે આજે બધા પોતાના નામ આગળ ચોકીદાર લખે છે. હું કાશ્મીરના હવાલે એટલું કહીશ કે હું આજથી મારા નામની આગળ મુજાહિદ લખી રહ્યો છું. તેમણે કહ્યું કે મુજાહિદનો અર્થ છે જે બુરાઈઓ વિરુદ્ધ આધ્યાત્મિક લડાઈ લડે. ઈસ્લામ એક શાંતિનો ધર્મ છે, પરંતુ તેમાં ઈસ્લામને નુકસાન પહોંચાડનારા સામે જંગની વાત પણ છે.
જુઓ LIVE TV
આ સાથે જ તેમણે લોકોને ચૂંટણી બહિષ્કારનું આહ્વાન નકારીને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઈસ્લામના નામ પર પેદા થયેલા પાકિસ્તાન સહિત અને ઈસ્લામિક દેશોમાં મતદાન થાય છે. આપણે પણ કાશ્મીરમાં મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
ઈમરાનના આ પગલાં પર પ્રતિક્રિયા આપતા પત્રકરા બિલાલે કહ્યું કે તેઓ સાંપ્રદાયિક આધાર પર આ શબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે. જો તેમને ભાજપનું સાંપ્રદાયિક રાજકારણ નથી ગમતું તો તેઓ શાં માટે મુસ્લિમોની સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે