ચંદીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સતત બાહરી હોવાના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટી જલદી મોટો દાવ રમી શકે છે. સૂત્રો પ્રમાણે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે ભગવંત માનના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. જો આપ તરફથી મુખ્યમંત્રીના ફેસની જાહેરાત થાય તો તે કોંગ્રેસ, ભાજપ ગઠબંધનને ઘેરવાની સ્થિતિમાં હશે, જેના તરફથી હજુ સીએમનો ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે આ વાત પર સહમતિ બની રહી છે કે ભગવંત માનના નામની મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેરાત કરવામાં આવે. ભગવંત માન સંગરૂર સીટથી સાંસદ છે અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાર્ટીએ પાછલા વર્ષના અંતમાં કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે. પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ તે જાહેરાત કરવાથી બચી રહી છે કે ચન્ની જ મુખ્યમંત્રી હશે કે પછી કોઈ અન્ય નેતાને કમાન સોંપવામાં આવશે. સિદ્ધુ અને ચન્ની વચ્ચે તમામ મુદ્દા પર ખેંચતાણ જોવા મળી રહી છે. સિદ્ધુએ આ પહેલા હાઇકમાનને સલાહ આપતા કહ્યું હતું કે પાર્ટીએ ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવી જોઈએ. તેમનું તે પણ કહેવું હતું કે જો પાર્ટી આમ નહીં કરે તો નુકસાન થઈ શકે છે. તેનાથી સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી તરફથી ચહેરાની જાહેરાત કરવાનો તેને ફાયદો થશે અને કોંગ્રેસને ઘેરવામાં મદદ મળશે. 


આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ, 24 કલાકમાં 5500 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ  


કેજરીવાલ કોરોના પોઝિટિવ આવતા થશે વિલંબ
સૂત્રોનું કહેવું છે કે તેની જાહેરાત મંગળવારે થવાની હતી, પરંતુ પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ કોરોનાથી સંક્રમિત થતા તેને ટાળી દેવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં ભગવંત માને દાવો કર્યો હતો કે એક સીનિયર ભાજપ નેતાએ તેમનો સંપર્ક કરીને ભાજપમાં જોડાવાનું કહ્યું હતું અને તેના બદલામાં કેન્દ્રીય મંત્રી બનાવવાની ઓફર આપી હતી. માને ગોવા, બંગાળ અને મધ્ય પ્રદેશનું ઉદાહરણ આપતા ભાજપ પર રાજકીય પાર્ટીને તોડવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ ભાજપે માનના આરોપોને નકારતા કહ્યુ હતુ કે, જો તેમ હોય તે જાહેરમાં તે નેતાનું નામ જાહેર કરે, જેણે આ ઓફર આપી છે. 


ચંદીગઢ કોર્પોરેશનના પરિણામ બાદ આપમાં ઉત્સાહ
ચંદીગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટો મળી હતી. આ સાથે ભાજપ કોર્પોરેશનની સત્તામાંથી દૂર થઈ ગયું છે, જેણે પાછલી ચૂંટણીમાં 20 સીટ જીતી હતી. આ જીત બાદ કેજરીવાલે કહ્યુ હતુ કે આ તો ટ્રેલર છે. પંજાબ ચૂંટણીમાં ફિલ્મ દેખાડવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસને પણ અહીં 8 સીટ મળી છે. જ્યારે ભાજપને 12 સીટો મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube