નવી દિલ્હી :  રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું શુક્રવારે નિધન થઇ ગયું. ભંવરલાલ 95 વર્ષનાં હતા. વરિષ્ઠ નેતાનાં નિધનને પગલે તમામ ભાજપ નેતાઓ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમના નિધન બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું છે. શર્માનાં નિધન અંગે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ દુખ પ્રકટ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exclusive: Lockdown અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું લોકોનાં જીવ અમારી પ્રાથમિકતા, અર્થવ્યવસ્થા પર પડ્યો દુષ્પ્રભાવ

અમિત શાહે પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને ભાજપ રાજસ્થાનના પૂર્વ અધ્યક્ષ ભંવરલાલ શર્માનાં નિધનની માહિતી મળી તે ખુબ જ દુખદ છે. જનસંઘથી માંડીને ભાજપ સુધી સંગઠન તથા જનસેવા માટે તેમનો સંઘર્ષ દરેક કાર્યકર્તા માટે પ્રેરણાદાયક છે. હું તેમનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. ॐ શાંતિ શાંતિ.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube