ભારત બંધનું આહ્વાન નિષ્ફળ, મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતી સામાન્ય રહી
10 ટ્રેડ યુનિયનોએ બુધવારે ભારત બધનું આહ્વાન કર્યું હતું. જેના કારણે બૈંકિંગ, પરિવહન સહિત અનેક સેવાઓ પર ક્યાંક ગંભીર અસર જોવા મળી તો કેટલાક સ્થળો પર સ્થિતી સામાન્ય રહી. એક ધારણા અનુસાર આશરે 25 કરોડ લોકો આ હડતાળનો હિસ્સો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, મોદી-શાહ સરકારની જન વિરોધી, શ્રમ વિરોધી નીતિઓનાં કારણે ભયાવહ બેરોજગારી પેદા કરી છે. મોદીએ પોતાનાં ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવા માટે જાહેર સાહસોને સતત નબળા પાડ્યા છે. તેના વિરોધમાં આજે 25 કરોડ લોકોએ ભારત બંધ 2020 નું આહ્વાન કર્યું છે.હું તે તમામ લોકોને સેલ્યુટ કરૂ છું.
નવી દિલ્હી : 10 ટ્રેડ યુનિયનોએ બુધવારે ભારત બધનું આહ્વાન કર્યું હતું. જેના કારણે બૈંકિંગ, પરિવહન સહિત અનેક સેવાઓ પર ક્યાંક ગંભીર અસર જોવા મળી તો કેટલાક સ્થળો પર સ્થિતી સામાન્ય રહી. એક ધારણા અનુસાર આશરે 25 કરોડ લોકો આ હડતાળનો હિસ્સો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, મોદી-શાહ સરકારની જન વિરોધી, શ્રમ વિરોધી નીતિઓનાં કારણે ભયાવહ બેરોજગારી પેદા કરી છે. મોદીએ પોતાનાં ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવા માટે જાહેર સાહસોને સતત નબળા પાડ્યા છે. તેના વિરોધમાં આજે 25 કરોડ લોકોએ ભારત બંધ 2020 નું આહ્વાન કર્યું છે.હું તે તમામ લોકોને સેલ્યુટ કરૂ છું.
આ ગાડીના માલિકને RTOમાં ભરવો પડ્યો 27.68 લાખનો ટેક્સ! વિગતો જાણવા કરો ક્લિક
મુંબઇમાં બેઅસર ભારત બંધ
મુંબઇની લાઇફ લાઇન કહેવાતી ટ્રેન, બસ, ઓટો-રિક્શા અને અન્ય જાહેર વાહન સામાન્ય રીતે સંચાલિત થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, સામાન્ય વિલંબ ઉપરાંત ત્રણેય લાઇનો પર ટ્રેનનું સંચાલન સામાન્ય રહ્યું હતું. એમએમઆરડીએ (મુંબઇ મહાનગરક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ)ના સુત્રોએ જણાવ્યુ ક, મેટ્રો અને મોનોરેલ સેવાઓ સુચારુ રીતે ચાલી રહી છે. બૃહદ મુંબઇ વિદ્યુત પુરવઠ્ઠા અને પરિવહન (બેસ્ટ)ના એક અધિકારીએ જણાવ્યું કે, બસો નિર્ધારિત સમયાંતરે ચાલી રહી છે. બેસ્ટની બસો મુંબઇ, તેનાં વિસ્તારીત ઉપનગર અને નવી મુંબઇથી સંચાલિત થાય છે.
ગાંધીનગરમાં પોલીસની ધબધબાટી : Congressના કાર્યકર્તાઓની કરી ટીંગાટોળી અને પછી....
શિવસેનાના સમર્થન છતા કોઇ મોટી અસર નહી
ભારત પેટ્રોલિયમનાં વિકેન્દ્રીકરણનાં સરકારનાં પગલા વિરુદ્ધ મુંબઇમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (bpcl) ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શિવસેનાએ ટ્રેડ યૂનિયનો દ્વારા આહ્વાહીત ભારત બંધને સમર્થન આપ્યું છે. આ સાથે જ શિવસેનાએ કેન્દ્ર સરકાર પર તેની નીતિઓ અને નિર્ણય મુદ્દે નિશાન સાધ્યું છે. જો કે શિવસેનાના સમર્થક છતા પણ મુંબઇમાં બંધની વધારે અસર જોવા મળી નહોતી.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને છંછેડ્યો વિવાદનો મધપુડો, સીધો ડંખ વાગ્યો ભાજપ અને પોલીસને
દિલ્હીમાં બગડેલુ વાતાવરણ આડુ આવ્યું
ભારત બંધ વચ્ચે દિલ્હીની બગડેલી સ્થિતી હડતાળને પ્રભાવી બનાવવામાં મદદરૂપ થયું છે. દિલ્હમાં બજાર સામાન્ય દિવસોની જેમ જ ખુલ્યં અને રસ્તા પર સામાન્ય ગતિવિધિઓ છે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (એટક)માં સ્ટેટ કમિટીના સભ્ય રાજેશ કશ્યપે કહ્યું કે, આજે વરસાદનાં કારણે લોકો આશા અનુસાર ઓછા એકત્ર થયા છે. મંગોલપુરી ફેઝ-2 ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામને એક થઇને ફેઝ-1 અને નાંગાલોઇનાં ઉદ્યોગ નગર સુધી લઇ જવાની યોજના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube