ગાંધીનગરમાં પોલીસની ધબધબાટી : Congressના કાર્યકર્તાઓની કરી ટીંગાટોળી અને પછી....
અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર : અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. આ આયોજનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉપવાસ છાવણીમાં ધરણા યોજવામાં આવ્યા હતા. આ ધરણા વખતે કોંગ્રેસના કાર્યકતાઓ દ્વારા રોડ જામ કરવાનો પ્રયાસ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી અને કોંગ્રેસે ધરણાં ચાલુ રાખ્યા હતા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગઇકાલે સાંજે પત્રકાર પરિષદમાં યોજીને કહ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સામે જે હુમલો થયો તેનો વિરોધ NSUIના કાર્યકર્તાઓ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આ દરમિયાન ABVPના હોદ્દેદારો અને ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ ઘટના અંગે જોડાયેલો એક વીડિયો પણ દેખાડ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, આ વીડિયોમાં ભાજપના મંત્રી સ્પષ્ટ દેખાય છે.
આ હુમલા પછી NSUI સાથે સંકળાયેલા નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે. તેમણે આરોપ મુકીને કહ્યું છે કે અમે શાંતિપ્રિય રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. અમારી પર ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ ગોહેલ અને હૃત્વિજ પટેલે અને તમામ લોકોએ મારા પર ચાકુ અને ડંડાથી હુમલો કર્યો હતો અને પોલીસ પણ તેમને ખુલ્લેઆમ ટેકો આપી રહી હતી. આ મામલે ABVP સાથે સંકળાયેલા નેતા હૃત્વિજ પટેલે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું છે કે ''ગુજરાતના યુવાનોમાં હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. પોતાની વાત યોગ્ય પ્લેટફોર્મ પર ગાંધીજીના માર્ગે હોઈ શકે. આ કોઈ પ્રિપ્લાન્ડ એટેક નથી પણ કદાચ ઉત્સાહના અતિરેકમાં આ ઘર્ષણ થયું હોય. આ ઘટનામાં પોલીસ અને મીડિયાનું વલણ પ્રશંસનીય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે