નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં પોતાના આંદોલન (Farmers Protest)ને તેજ કરતાં ખેડૂતોએ 8 ડિસેમ્બરના રોજ 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. આ જાહેરાતને ધ્યાનમાં રાખતાં સોમવારે કેન્દ્રના રાજ્યો માટે ભારત બંધના દિશા નિર્દેશ જાહેર કર્યા છે. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના પ્રોટોકોલ (Corona Protocol)નું પાલન કરાવવું અને કોઇપણ અઇચ્છનિય બનાવ ન બને તે માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 ડિસેમ્બર 2020ના રોજ રહેશે 'ભારત બંધ'
ખેડૂત સંગઠનોના અનુસાર 8 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભારત બંધ (Bharat Band) થશે. આ દરમિયાન તમામ દુકાનો અને બિઝનેસ બંધ રહેશે. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં તમામ માર્કેટ બંધ રહેશે, પરંતુ લગ્નના કાર્યક્રમોને બંધમાંથી છૂટ આપવામાં આવી છે. એમ્બુલન્સ અને ઇમરજન્સી સેવાઓને પણ છૂટ રહેશે. જોકે આ દરમિયાન મીડિયા ઉપરાંત તમામ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. 


શાંતિપૂર્ણ હશે 'ભારત બંધ', ગુજરાતના ખેડૂત પણ થશે સામેલ 
ખેડૂત અનેતા બળદેવ સિંહના અનુસાર આ બંધ શાંતિપૂર્ણ રહેશે. કોઇને પણ હિંસક થવાની પરવાનગી આપવામાં નહી આવે. જો કોઇએ હિંસાનો પ્રયત્ન કર્યો તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે. તેમણે જણાવ્યું કે આ આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાતના 250 ખેડૂત બંધને સમર્થન આપવા માટે દિલ્હી આવશે. 


આ વિપક્ષી દળોએ ભારત બંધને સમર્થન
તમને જણાવી દઇએ કે ભારતને કોંગ્રેસ, ટીઆરએસ, દ્વમુક, શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી, ટીએમસી, આરજેડી, આપ અને વામદળોએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. આ ઉપરાંત દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોને પણ બંધનું સમર્થન કર્યું છે. જોકે આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘ  (BMS)એ આ બંધથી અલગ રહેવાની જાહેરાત કરી છે.


ખેડૂતોએ આપી ચેતાવણી
ખેડૂત સંગઠનોએ ચેતાવણી આપી છે જે સરકાર તેમની માંગો નહી માને તો તે પોતાના આંદોલનને વધુ તેજ કરી દેશે. દિલ્હી પહોંચનાર રસ્તાઓ પુરી રીતે બંધ કરી દેવામાં આવશે. કોઇને પણ દિલ્હીથી બહાર આવવા જવાની પરવાનગી  આપવામાં આવશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube