નવી દિલ્હીઃ Bharat Bandh, દેશભરમાં કાલે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. દેશભરના કિસાન આ બંધમાં સામેલ થશે. આ દરમિયાન દુકાનો, બજારો અને તમામ વ્યાપારિક પ્રતિષ્ઠાનો બંધ રહેશે. શુક્રવારે સવારે 6 કલાકથી સાંજે 6 કલાક સુધી ભારત બંધ કરવામાં આવશે. ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહેલા કિસાન સંગઠનો દેશભરમાં ભારત બંધ કરશે. આ દરમિયાન બજાર, દુકાન અને વ્યાપારી ગતિવિધિ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેમાં વેપારી સંગઠનો ભાગ લેશે કે નહીં તેના પર આશંકા છે. વ્યાપારી આ ભારત બંધમાં સામેલ થશે કે નહીં તેના પર નિર્ભર છે. ગુજરાતમાં બંધની કોઈ અસર જોવા મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું-શું રહેશે બંધ?
કિસાનોના આ 12 કલાકના ભારત બંધ દરમિયાન દેશભરની દુકાનો, બજાર અને વ્યાપારિક સંસ્થાઓ બંધ રાખવાનું આહ્વાન કર્યું છે. તમામ પ્રકારની દુકાનો બંધ રહેશે. આ દરમિયાન દૂધ અને ડેરી ઉત્પાદકોની ડિલિવરીને લઈને સમસ્યા આવી શકે છે. જો તમારે આવી કોઈ વસ્તુ લેવાની હોય તો આજે લઈને સ્ટોક કરી શકો છો. કિસાન સંગઠનોએ કહ્યું કે, લોકોને સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ Corona: એપ્રિલ-મેમાં દેશમાં હાહાકાર મચાવશે કોરોના, આવશે બીજી લહેરઃ રિપોર્ટ 


શું ચાલુ રહેશે?
ભારત બંધ દરમિયાન રસ્તાઓ જામ કરવામાં આવશે નહીં. આ દરમિયાન અવર-જવર સામાન્ય રહેશે. આ સિવાય ભારત બંધ દરમિયાન કિસાનો રેલ યાત્રાને પણ વિઘ્ન પહોંચાડશે નહીં. ફેક્ટરીઓ-કંપનીઓએ બંધ ન કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલ પંચ, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોરની દુકાનો ચાલુ રહેશે. 


ભારત બંધમાં શું કરશે કિસાન
ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને કિસાનો છેલ્લા 4 મહિનાથી સમયથી આંદોલન કરી રહ્યાં છે. કાલે એટલે કે 26 માર્ચ 2021ના કિસાન આંદોલનના 120 દિવસ પૂરા થવાના છે. તેવામાં કિસાનોએ આંદોલનને ગતિ આપવા ભારતભરમાં બંધની જાહેરાત કરી છે. આ દરમિયાન કિસાનો અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવાના છે. આ સાથે કૃષિ કાયદા અને સરકારના પુતળા સળગાવવામાં આવે છે. મહત્વનું છે કે આ પહેલા કિસાનોએ ત્રણ કલાક માટે ભારત બંધની જાહેરાત કરી હતી. ત્યારે તેની વધુ અસર જોવા મળી નહતી. 


આ પણ વાંચોઃ હવે RSS ને ક્યારેય સંઘ પરિવાર નહિ કહું, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન


શું ગુજરાતમાં થશે કોઈ અસર
ગુજરાતમાં કૃષિ કાયદાની વિરુદ્ધમાં કોઈ પ્રદર્શન ચાલી રહ્યું નથી. તો આ આંદોલનના સમર્થનમાં પણ ગુજરાતમાં કોઈ કાર્યક્રમ યોજાયા નથી. આ પહેલા પણ જ્યારે કિસાનો દ્વારા ભારત બંધની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતમાં તેની કોઈ અસર જોવા મળી નથી. તેવામાં આવતીકાલના ભારત બંધની પણ કોઈ અસર ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube