હવે RSS ને ક્યારેય સંઘ પરિવાર નહિ કહું, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

કરૂણા અને સ્નેહની ભાવના હોય છે જે આ સંગઠનમાં નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યુ કે, હવે તે આરએસએસને ક્યારેય સંઘ પરિવાર કહેશે નહીં.   

Updated By: Mar 25, 2021, 04:12 PM IST
હવે RSS ને ક્યારેય સંઘ પરિવાર નહિ કહું, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યુ કે, હવે આરએસએસ (RSS) ને સંઘ પરિવાર કહેવો યોગ્ય નથી. ગુરૂવારે રાહુલ ગાંધીએ કહ્યુ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને સંઘ પરિવાર કહેવો યોગ્ય નથી કારણ કે પરિવારમાં મહિલાઓ હોય છે, વૃદ્ધોનું સન્માન હોય છે.

કરૂણા અને સ્નેહની ભાવના હોય છે જે આ સંગઠનમાં નથી. તેમણે કહ્યુ કે, તે આરએસએસને ક્યારેય સંઘ પરિવાર નહીં કહે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સંઘ પર નિશાન સાધ્યુ છે. 

મારૂ માનવુ છે કે આરએસએસ તથા સંબંધિત સંગઠનને સંઘ પરિવાર કહેવા યોગ્ય નથી- પરિવારમાં મહિલાઓ હોય છે, વૃદ્ધો માટે સન્માન હોય, કરૂણા અને સ્નેહની ભાવના હોય છે- જે આરએસએસમાં નથી. 

આ પણ વાંચો- હું ચૂંટણી જીતીશ તો ચંદ્રની યાત્રા, ત્રણ માળનું ઘર અને હેલીકોપ્ટર, ઉમેદવારે આપ્યા મોટા-મોટા વચન  

રાહુલ ગાંધી આ પહેલા પણ ઘણી તકે સંઘ પર નિશાન સાધી ચુક્યા છે. બિહાર વિધાનસભાની ઘટના પર સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધતા રાહુલે કહ્યુ હતુ કે, મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે RSS/BJP-મય થઈ ચુક્યા છે. લોકતંત્રનું ચીરહરણ કરનારને સરકાર ચલાવવાનો કોઈ અધિકાર નથી. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનેલા તીરથ સિંહ રાવતના જીન્સવાળા નિવેદન પર પ્રિયંકા ગાંધીએ એક તસવીર શેર કરી સંઘ પર નિશાન સાધ્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube