હૈદરાબાદ: ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ (Covaxin vs Covishield) ની અસરને લઈને હાલમાં જ આવેલા સ્ટડીને ફગાવ્યો અને કહ્યું કે બંને રસીની અસરને તપાસનારા સ્ટડીમાં અનેક ખામીઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિશીલ્ડથી વધુ બને છે એન્ટીબોડી?
અત્રે જણાવવાનું કે બંને રસીના ડોઝ લઈ ચૂકેલા સ્વાસ્થ્યકર્મીઓ પર કરાયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે અને કહેવાયું છે કે કોવેક્સીન (Covaxin) ની સરખામણીએ કોવિશીલ્ડ (Covishield) રસીથી વધુ એન્ટીબોડી બને છે જો કે બંને રસી ઈમ્યુનિટીને મજબૂત કરવામાં ઉત્તમ છે. આ સ્ટડી હજુ પ્રકાશિત થયો નથી અને તેને 'મેડઆરએક્સિવ' પર પ્રકાશિત થાય તે પહેલા પોસ્ટ કરાયો છે. 


સ્ટડીમાં અનેક ખામીઓ- ભારત બાયોટેક
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભારત બાયોટેકે કહ્યું કે 'ભારતમાં બનેલી બંને રસીની અસરને લઈને કરાયેલા સ્ટડીના તુલનાત્મક રિપોર્ટમાં અનેક ખામીઓ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કોવેક્સીનની સરખામણીમાં કોવિશીલ્ડ રસીથી વધુ એન્ટીબોડી બને છે. કંપનીએ કહ્યું કે સ્ટડીમાં આંકડા અને વૈજ્ઞાનિકતાનો અભાવ છે. આ પહેલેથી 'નક્કી પરિકલ્પના' પર આધારિત છે.'


BJP માં જોડાયા બાદ જિતિન પ્રસાદે PM મોદી વિશે આપ્યું આ નિવેદન, કોંગ્રેસ છોડવાનું કારણ પણ જણાવ્યું


જુલાઈમાં બહાર પડશે ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ
રસી નિર્માતા કંપનીએ કહ્યું કે 'ત્રીજા તબક્કાના ફાઈનલ આંકડા જુલાઈમાં સાર્વજનિક કરાશે. ટ્રાયલના ડેટા સૌથી પહેલા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન  (CDSCO) માં જમા કરવામાં આવશે. ત્યારબાદ તેને પીયર રિવ્યૂડ જર્નલ્સમાં પ્રકાશિત કરવામાં આવશે.'


Covid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ

સ્ટડીમાં સામેલ હતા 515 સ્વાસ્થ્યકર્મી
કોવેક્સીન અને કોવિશીલ્ડની અસરને લઈને કરાયેલા સ્ટડીમાં 13 રાજ્યોના 22 શહેરોના 515 સ્વાસ્થ્યકર્મીઓ સામેલ કરાયા હતા. જેમાંથી 305 પુરુષ અને 210 મહિલાઓ હતી. અભ્યાસમાં સામેલ થનારાના લોહીના નમૂનામાં એન્ટીબોડી અને તેના સ્તરની તપાસ કરવામાં આવી. ભારતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કરે છે. જ્યારે હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક ICMR અને NIV સાથે તાલમેળથી કોવેક્સીનનું નિર્માણ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube