BJP માં જોડાયા બાદ જિતિન પ્રસાદે PM મોદી વિશે આપ્યું આ નિવેદન, કોંગ્રેસ છોડવાનું કારણ પણ જણાવ્યું

કોંગ્રેસ (Congress) પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા જિતિન પ્રસાદે કહ્યું કે અમે વાતોને રજુ કરવાની અને સમજાવવાની ખુબ કોશિશ કરી. પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. પાર્ટીમાં કોઈ નિર્ણય થઈ શકતો નથી જેના કારણે તેમનો જનાધાર દેશ અને યુપીમાં પણ સમેટાઈ રહ્યો છે. 

BJP માં જોડાયા બાદ જિતિન પ્રસાદે PM મોદી વિશે આપ્યું આ નિવેદન, કોંગ્રેસ છોડવાનું કારણ પણ જણાવ્યું

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતા રહી ચૂકેલા જિતિન પ્રસાદ (Jitin Prasad) ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ જિતિન પ્રસાદે કહ્યું કે ઊંડા વિચાર વિમર્શ કર્યા બાદ હું આ નિર્ણય પર પહોંચ્યો છું. હું માનું છું કે આજની તારીખમાં સમગ્ર દેશમાં અને મારા પ્રદેશમાં ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું કામ જ બધાના હિતમાં છે. 

જિતિન પ્રસાદે કહ્યું કે 'હું કોશિશ કરીશ કે પાર્ટી માટે ઉપયોગી સાબિત થઈ શકુ. યુપીમાં ચૂંટણી છે, દિવસ-રાત મહેનત કરીને પાર્ટી માટે કામ કરું તેવી મારી કોશિશ રહેશે.'

'આ દાયકામાં ભારત લેશે એક નિર્ણાયક વળાંક'
જિતિન પ્રસાદે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 'આ દાયકામાં ભારત એક નિર્ણાયક વળાંક લેશે. આ ફક્ત મારા જ નહીં પરંતુ આવનારી પેઢીના ભવિષ્યનો સવાલ છે. બ્રાહ્મણ ચેતના મંચનો હું સંરક્ષક છું. પહેલા તો ફક્ત હું સવાલ ઉઠાવી શકતો હતો, પરંતુ હવે હું તેમના માટે કઈંક કરી દેખાડવાની સ્થિતિમાં છું. હવે હું તેમના માટે વધુ મજબૂતીથી કામ કરીશ.'

સમેટાઈ રહ્યો છે કોંગ્રેસનો જનાધાર
આ બાજુ કોંગ્રેસ (Congress) પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા જિતિન પ્રસાદે કહ્યું કે અમે વાતોને રજુ કરવાની અને સમજાવવાની ખુબ કોશિશ કરી. પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. પાર્ટીમાં કોઈ નિર્ણય થઈ શકતો નથી જેના કારણે તેમનો જનાધાર દેશ અને યુપીમાં પણ સમેટાઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news