USA માં કોવૈક્સીનની ક્લીનિકલ ટ્રાયલ કરશે ભારત બાયોટેક, ઇમરજન્સી ઉપયોગની ન મળી મંજૂરી
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેના ઇમરજન્સી ઉપયોગની વિનંતીને ઠુકરાવી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતની વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક અમેરિકામાં પોતાની કોરોના વેક્સિન કોવૈક્સીનની ક્લીનિકલ ટ્રાયલ કરશે. ભારત બાયોટેક તરફથી અમેરિકામાં ક્લીનિકલ ટ્રાયલની જાહેરાત તે સમયે કરવામાં આવી છે, જ્યારે હાલમાં યૂએસમાં કોવૈક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી નથી.
મહત્વનું છે કે અમેરિકામાં કોવૈક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી ન મળવી ભારત માટે એક ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેના ઇમરજન્સી ઉપયોગની વિનંતીને ઠુકરાવી દીધી છે. કારણ કે કોવૈક્સીન રસી સંપૂર્ણ રીતે સ્વદેશી છે અને ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પાસે તેની માન્યતા માટે અરજી કરી છે.
આ પણ વાંચોઃ દિગ્વિજય સિંહના ક્લબ હાઉસ ચેટ લીક પર બબાલ, ફારૂક અબ્દુલ્લાએ માન્યો આભાર
ભારત બાયોટેકની કોવૈક્સીન માટે અમેરિકી ભાગીદાર ઓક્યૂઝેને અમેરિકી દવા નિયામક એફડીએની પાસે માસ્ટર ફાઇલ મોકલી આ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી હતી. પોતાના એક નિવેદનમાં ઓક્યૂઝેને કહ્યું કે, એફડીએની આ પ્રતિક્રિયા ઓક્યૂઝેનની તે માસ્ટર ફાઇનલને લઈને હતી, જેને કંપનીએ થોડા દિવસ પહેલા જમા કરાવી હતી.
એફડીએએ ભલામણ કરી હતી કે ઓક્યૂઝેન પોતાની વેક્સિન માટે EUA (ઇમરજન્સી યૂઝ ઓથોરાઇઝેશન) અરજીની જગ્યાએ BLA સબમિશન પર ફોકસ કરે. સાથે નિયામકે વેક્સિનના સંબંધમાં વધુ જાણકારી અને ડેટાની પણ રજૂઆત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube