દિગ્વિજય સિંહના ક્લબ હાઉસ ચેટ લીક પર બબાલ, ફારૂક અબ્દુલ્લાએ માન્યો આભાર

દિગ્વિજય સિંહ એક પાકિસ્તાની પત્રકારને કહે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો તે આર્ટિકલ 370ને રદ્દ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. ખરેખર? આતો પાકિસ્તાન ઈચ્છે છે. 

દિગ્વિજય સિંહના ક્લબ હાઉસ ચેટ લીક પર બબાલ, ફારૂક અબ્દુલ્લાએ માન્યો આભાર

નવી દિલ્હીઃ ક્લબ હાઉસ ચેટમાં કાશ્મીરમાં આર્ટિકલ 370 ની વાપસીની વાત કહી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ (Digvijay Singh) ફરી વિવાદોમાં આવી ગયા છે. તો એક નેતાએ તેના પર ખુશી વ્યક્ત કરતા આભાર પણ માન્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા  (Farooq Abdullah) એ કહ્યુ કે દિગ્વિજય સિંહનો આભાર જેણે લોકોની ભાવનાઓને સમજી. એટલું જ નહીં તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર આ મુદ્દા પર ધ્યાન આપશે. 

સરકાર ફરી કરે વિચાર
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અબ્દુલ્લાએ કહ્યુ- હું દિગ્વિજય સિંહનો આભારી છું. જેણે લોકોની ભાવનાઓને અન્ય પાર્ટીની જેમ અનુભવી છે અને આ મુદ્દા પર વાત કરી છે. હું તેમનું દિલથી સ્વાગત કરુ છું અને આશા કરુ છું કે સરકાર તેના પર બીજીવાર ધ્યાન આપશે. 

— ANI (@ANI) June 12, 2021

દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ ચેટ વાયરલ
ભાજપ નેતા અમિત માલવીયે ક્લબ હાઉસ ચેટનો એક ભાગ ટ્વિટર પર શેર કરતા લખ્યુ છે- ક્લબ હાઉસ ચેટમાં રાહુલ ગાંધીના વરિષ્ઠ સહયોગી દિગ્વિજય સિંહ એક પાકિસ્તાની પત્રકારને કહે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો તે આર્ટિકલ 370ને રદ્દ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. ખરેખર? આતો પાકિસ્તાન ઈચ્છે છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ ચેટમાં ઘણા પાકિસ્તાની પત્રકારો પણ સામેલ છે. તેમની સાથે વાતચીત દરમિયાન કથિત રીતે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યુ કે, જો કોંગ્રેસ સત્તામાં પરત આવી, તો અમે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ફરીથી પુનરાવર્તિત કરવા પર વિચાર કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news