Bharat Ratna 2024 Chaudhary Charan Singh: મોદી સરકારે શુક્રવારે ભારત રત્ન સન્માન માટે ત્રણ નામોની જાહેરાત કરતાની સાથે જ ખળભળાટ મચી ગયો. જેમાં પૂર્વ પીએમ નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનની સાથે  જ કિસાન નેતા ચૌધરી ચરણસિંહનું નામ પણ સામેલ છે. પીએમ મોદીની આ જાહેરાતથી રાજનીતિક ધૂરંધરો એકવાર ફરીથી ચોંકી ગયા છે. કારણ એ છે કે ભારત રત્ન જાહેર માટે જાહેર કરાયેલા ત્રણ નામોમાંથી 2 નામ વિરોધી પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલા હતા. જેમાં પીવી નરસિંહા રાવ કોંગ્રેસના નેતા હતા જ્યારે ચૌધરી ચરણસિંહ રાષ્ટ્રીય લોકદળ (અગાઉ લોકદળ) ના સંસ્થાપક નેતા હતા. મોદી સમર્થક સરકારની આ જાહેરાતને વિરોધી નેતાઓને સન્માન આપવાની પીએમ મોદીની નીતિનો જ વિસ્તાર ગણાવી રહ્યા છે. જ્યારે રાજકીય ધૂરંધરોનું કહેવું છે કે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન બનાવીને ભાજપે ગત વખતે હારેલી 7 બેઠકો પર બાજી પલટી નાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'દિલ જીતી લીધા'
પીએમ મોદી માટે એક્સપર્ટ એવી વાતો કેમ કરી રહ્યા છે પહેલા એ જાણી લો કે પોતાના દાદા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન મળવાની જાહેરાત પર જયંત ચૌધરીએ શું કહ્યું. પીએમ મોદીએ જ્યારે પોાતના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી તો જયંત ચૌધરીએ તેના પર જવાબ આપતા લખ્યું કે દિલ જીતી લીધા. 


હવે કયા મોઢે ના પાડું
એટલું જ નહીં જ્યારે પછીથી પત્રકારોએ જયંત ચૌધરીને આરએલડી અને ભાજપના ગઠબંધન વિશે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે કોઈ કસર રહી ગઈ છે હવે? હવે કયાં મોઢે ના પાડું. હવે હું ના કેવી રીતે કહી શું. તેમના આ જવાબથી સ્પષ્ટ હતું કે ભાજપની રણનીતિ સટીક બેઠી છે અને એ બધુ મળી રહ્યું છે જેના માટે આ જાહેરાત કરવામાં આવી છે. રાજનીતિક પંડિતો મુજબ ભાજપના નિશાના પર પશ્ચિમ યુપીમાં લોકસભાની એ 7 બેઠકો છે જેના પર વર્ષ 2019માં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીને આશા છે કે આરએલડીનો સાથ મળવાથી આ વખતે આ સાતેય બેઠકો પર ફરીથી કમળ ખિલવવામાં સફળતા મળી શકે છે. 


ચૌધરી ચરણ સિંહ પ્રત્યે સન્માનનો ભાવ
અત્રે જણાવવાનું કે પશ્ચિમ યુપીમાં ગુર્જર અને જાટોની વસ્તી લગભગ બરાબર છે. ગુર્જર મત જ્યાં લગભગ 10 ટકા છે ત્યાં જાટ મત લગભગ 12 ટકા હોવાનું કહેવાય છે. જો કે એકજૂથ થઈને મત આપવાની પ્રવૃત્તિના કારણે જાટોની સંખ્યા આ વિસ્તારમાં મોટાભાગે વધુ જોવા મળે છે. જ્યારે ગુર્જર મત વિખરાયેલા છે અને તેઓ કોઈ એક પાર્ટી પાછળ બંધાવવાની જગ્યાએ અનેક માપદંડો પર મત આપે છે. જો કે બંનેમાં સમાનતા એ છે કે બંને ખેડૂત જાતિ છે અને તેમના મુદ્દા-સમસ્યાઓ પણ એકજેવી છે. ચૌધરી ચરણસિંહ પ્રત્યે બંને જાતિઓમાં સન્માનનો ભાવ રહ્યો છે. 


ભાજપ હાર્યો હતો આ 7 સીટો
સહારનપુરથી આગરા સુધી ફેલાયેલા આ બેલ્ટ પરની 7 લોકસભા સીટો ભાજપ ગત વખતે હાર્યું હતું. જેમાં સહારનપુરમાં બીએસપીના હાજી ફઝલુરરહમાન, બિજનૌરમાં બીએસપીના મલૂક નાગર, મુરાદાબાદમાં એસપીના એસટી હસન, સંભલથી એસપીના શફીકુર્રહમાન, અમરોહામાં બીએસપીના કુંવર દાનિશ અલી, નગીનામાં બીએસપીના ગિરીશ ચંદ અને રામપુરમાં એસપીના આઝમ ખાને જીત મેળવી હતી. આ તમામ સીટો પર મુસ્લિમ મતદારો પણ સારી એવી સંખ્યામાં છે. જો કે આઝમ ખાન અયોગ્ય જાહેર થયા બાદ વર્ષ 2022માં થયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઘનશ્યામ લોદીએ રામપુર બેઠક જીતી હતી. 


અખિલેશને થયો હતો ફાયદો
ગત વખતે આરએલડી અને એસપીએ ગઠબંધન કર્યું હતું જેનો ફાયદો સપાને મળ્યો હતો. મુસ્લિમોની સાથે જાટ મત પણ મળવાથી તે 4 સીટ જીતી ગઈ. જ્યારે 4 સીટ બીએસપીના ફાળે ગઈ હતી. જો કે આ સમજૂતિથી આરએલડીને કોઈ ફાયદો થયો નહતો. તે એક પણ સીટ જીતી શકી નહીં. એટલે સુધી કે પાર્ટી મુખિયા અજીત સિંહ અને જયંત ચૌધરી બંને હારી ગયા હતા. આ વખતે પણ અખિલેશને આશા હતી કે જયંતને સાથે લઈને તેઓ ફરીથી વિસ્તારમાં પહેલા જેવો કમાલ કરી શકશે. 


જો કે પીએમ મોદીના આ દાવે તેમની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પશ્ચિમ યુપીમાં તેની ખાસ અસર જોવા મળશે. ખાસ કરીને જાટ મતદારો પોતાના દિવંગત નેતાને દેશનું સર્વોચ્ચ સન્માન આપવાના કારણે ભાજપની નજીક આવી શકે છે અને જે 7 બેઠકો પર ભાજપ ગત વખતે હારી હતી ત્યાં જયંત ચૌધરી સાથે મળીને આ વખતે કમળ ખીલી શકે છે. 


પશ્ચિમ યુપીમાં ફાયદો થઈ શકે
અત્રે જણાવવાનું કે યુપીની 80 લોકસભા બેઠકો છે. વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં એનડીએને 73 બેઠકો મળી હતી. જેમાંથી ભાજપને 71 અને અપના દળ (એસ)ને બે સીટ મળી હતી. ત્યારબાદ વર્ષ 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં એનડીએની સીટોની સંખ્યા ઘટી અને 80માંથી ફક્ત 64 સીટો મળી જેમાંથી 62 સીટ ભાજપ અને 2 સીટ અપના દળને મળી હતી. આ વખતે ભાજપ આશા કરી રહ્યું છે કે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન મળવાથી યુપીમાં તેમની સીટો ફરીએકવાર 70 પાર કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube