નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly election) માં 20 સીટો પર ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી કન્યાકુમારી સીટ પરથી લોકસભાની પેટાચૂંટણીમાં પણ પોતાના ઉમેદવાર ઉતરવા જઇ રહી છે. ભાજપ તમિલનાડુમાં અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK) સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા જઇ રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે તમિલનાડુમાં હાલની વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પુરો થઇ રહ્યો છે. ગત 10 વર્ષોમાં અહીં AIADMK સત્તામાં છે. આ પહેલાં AIADMK એ  6 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીની જાહેરાત કરી હતી. તેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુખ્યમંત્રીના પલાનીસ્વામી અને ડેપ્યુટી સીએમ ઓ પનીરસેલ્વમનું નામ પણ સામેલ હતા. 

Assam Elections 2021: BJP 70 ઉમેદવારોની યાદી જાહેર, સીએમ Sarbananda Sonowal સહિત આ ચહેરાઓને મળી ટિકિટ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube