311માંથી BJPએ જીતી 281 સીટ, ત્રણ દાયકા બાદ મુલાયમ પરિવારનું વર્ચસ્વ સમાપ્ત
ઉત્તર પ્રદેશના સહકારિતા ક્ષેત્રમાં સપા અને ખાસ કરીને યાદવ પરિવારનો એકાધિકાર રહ્યો છે. ત્યાં સુધી કે માયાવતીના સમયમાં પણ સહકારી ગ્રામિણ વિકાસ બેન્ક સંપૂર્ણ રીતે યાદવ પરિવારના કબજામાં રહી, પરંતુ ભાજપે એકવાર ફરી સપાનું અભિમાન તોડતા પ્રચંડ જીત મેળવી છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે આ જશ્નનો સમય છે કારણ કે અહીં પાર્ટી અને તેના સમર્થિત ઉમેદવારોએ ઉત્તર પ્રદેશ સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311માંથી 281 સીટ જીતી લીધી છે. ત્રણ દાયકા બાદ થયું છે, જ્યારે સહકારી ભૂમિ વિકાસ બેન્કોથી મુલાયમ સિંહ યાદવના પરિવારનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું છે.
મંગળવારે સહકારી ભૂમિ બેન્કોની ચૂંટણીમાં મતદાન થયું હતું. આ ચૂંટણીમાં વિપક્ષના રૂમાં સમાજવાદી પાર્ટી ચૂંટાઇને આવી છે. પરંતુ એસપીને માત્ર કેટલીક સીટો મળી છે.
ભાજપે જીતને ગણાવી ઐતિગાસિક
ચૂંટણી કમિશનર પી.કે.મોહંતીએ કહ્યુ કે, ફરિયાદોને કારણે 11 જગ્યા પર ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી હતી. આ ઐતિહાસિક જીતને લઈને ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે વિપક્ષી ઉમેદવારોમાં ચૂંટણી લડવાની હિંમત નહતી. તો વિપક્ષે કહ્યું કે, રાજ્યની મશીનરીને ચૂંટણીમાં હાઇજેક કરી લેવામાં આવી હતી.
માત્ર અમેઠીની જગદીશપુર સીટ પર મળી કોંગ્રેસને જીત
કોંગ્રેસ ગાંધી પરિવારની પરંપરાગત સીટ અમેઠીના જગદીશપુરમાં જ જીત મેળવી શકી, જ્યાં રાહુલ ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની સામે હારી ગયા હતા. વિપક્ષી દળો દ્વારા જીતવામાં આવેલી અન્ય પ્રતિષ્ઠિત સીટોમાં વારાણસી, બલિયા, ગાજીપર અને ઇટાવા છે.
ચીન સામે તણાવ વચ્ચે લદ્દાખ પહોંચ્યા સેના પ્રમુખ નરવણે, શું છે સંકેત?
શિવપાલ 2005થી સતત છે બેન્કના અધ્યક્ષ
2005થી ત્રણવાર બેન્કના અધ્યક્ષ રહી ચુકેલા પ્રગતિવાદી સમાજવાદી પાર્ટી લોહિયાના અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યુ કે, ભાજપ સરકારે નિયમોમાં ફેરફાર કર્યો, જેથી તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા.
નિયમોમાં ફેરફારને કારણે ન લડી શક્યા ચૂંટણી
શિવપાલે કહ્યુ કે, અધ્યક્ષ પદ માટે બે વારથી વધુ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. તેમણે આ નિયમને લોકશાહીની વિરુદ્ધમાં ગણાવ્યો. તેમણે ઈશારામાં કહ્યું કે, જો આ નિયમ ન આવત તો તેમને આ વખતે પણ જીત મળત.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube