વારાણસી: ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખ આઝાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા અને તેમણે મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી. ચંદ્રશેખર આઝાદે વારાણસીમાં રોડ શો પણ કર્યો. તેમનો રોડ શો બપોરે સાડા બાર વાગ્યા બાદ કચેરીના આંબેડકર ચોકથી શરૂ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની જીતનો દાવો કરતા તેમણે કહ્યું કે "હું વારાણસીથી ચૂંટણી લડીશ અને જીતી  લઈશ. કારણ કે મે મહિનામાં હું કોઈ પણ હાલમાં કોઈ પણ ચીજ હારતો નથી." પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે "દેશના 48 ટ્રિલિયન રૂપિયા અમીરો પાસે છે અને તેઓ ગરીબોની ચામડી ઉતારવાનું કામ કરી રહ્યાં છે. આપણે તેનો જવાબ આપવો જોઈએ."


લોકસભા ચૂંટણી 2019: આજે PM મોદીનો અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ


ચંદ્રશેખરે કહ્યું કે સત્તામાં બેઠેલી સરકાર ગરીબોને લૂંટી રહી છે. તેમણે એવો દાવો પણ કર્યો કે આ સરકારમાં 2 કરોડ યુવાઓની નોકરીઓ છીનવાઈ ગઈ. વારાણસીમાં રોડ શોની શરૂઆતમાં જેવો ચંદ્રશેખરનો કાફલો મિંટ હાઉસ પાસે પહોંચ્યો કે તેમનો વિરોધ થવા લાગ્યો. યુપી કોલેજના છાત્રસંઘના અધ્યક્ષ મિલિન્દ સિંહ અને વિદ્યાર્થી ગૌરવ સિંહે ચંદ્રશેખરને કાળા ઝંડા બતાવ્યાં. કાફલા સાથે ચાલતી પોલીસે તરત બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી હતી. 


યુપી કોલેજના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ મિલિન્દ સિંહે કહ્યું કે ચંદ્રશેખરનું તે નિવેદન 'દેશ વિરોધી' હતું. જેમાં તેમણે કહ્યું હતું કે જો બંધારણ સાથે છેડછાડ થઈ તો ભીમા કોરેગાંવ જેવી હિંસા ફરી થઈ શકે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...