નવી દિલ્હી: ભીમા કોરેગાંવ કેસ(Bhima Koregaon case ) માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. NIAની તપાસમાં સામે આવ્યું છે કે મોદી સરકારને બદનામ કરવા માટે અનુસૂચિત જાતિ-મુસ્લિમોને ભેગા કરીને એક હથિયારબંધ સંગઠન ઊભું કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. આરોપી રોના વિલ્સન પાસેથી મળેલા દસ્તાવેજોથી કોઈ મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DRDO ચીફે બ્રહ્મોસ અને અન્ય મિસાઈલ પરીક્ષણો વિશે આપ્યું મોટું નિવેદન, દુશ્મનોને છૂટશે પરસેવો


NIA તપાસમાં સામે આવ્યું છે કે સાંપ્રદાયિકતાનો વિરોધ કરવાના નામે એક સંગઠન બનાવવાની કોશિશ થઈ રહી હતી. સંગઠનમાં અનુસૂચિત જાતિના અને મુસ્લિમોને જોડવાની તૈયારી હતી. આ ષડયંત્ર હેઠળ તામિલનાડુ, ગુજરાતમાં અનેક સંગઠનો બનાવવામાં આવ્યા હતાં. આ સંગઠનો હિન્દુ સંગઠનો વિરુદ્ધ અનુસૂચિન જાતિ- મુસ્લિમોને ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતાં. 


Corona Update: કોરોનાના કુલ કેસ 72 લાખને પાર, Reinfection અંગે ચોંકાવનારી વાત સામે આવી


માઓવાદીઓ સાથે સંપર્ક
NIAની ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે ભીમા-કોરેગાંવ કેસમાં ગત અઠવાડિયે રાંચીથી ધરપકડ કરાયેલા સ્ટેન સ્વામીએ માઓવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીઓ પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા. સ્ટેનના ઘરેથી અનેક આપત્તિજનક દસ્તાવેજો મળ્યા છે. આ દસ્તાવેજોથી અનેક મહત્વના પુરાવા મળ્યા છે. અનેક કોમરેડ વચ્ચે સાંકેતિક ભાષામાં પત્ર વ્યવહાર અને શહેરી ગોરીલા પદ્ધતિ પર આધારિત પુસ્તકો મળ્યા છે. NIAએ પોતાની ચાર્જશીટમાં આરોપી રોના વિલ્સનનો પણ ઉલ્લેખ કર્યો છે. 


VIDEO: સંતોને યોગ શીખવાડતા હતા બાબા રામદેવ...અચાનક હાથી પરથી ગબડી પડ્યા


આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક
એ વાતનો પણ ઉલ્લેખ છે કે તામિલનાડુમાં અનુસૂચિત જાતિના લોકોનું સંગઠન ઊભું કરાઈ રહ્યું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લઘુમતીના લોકોને ઉગ્રવાદી તાલીમ આપે છે. એવી ગતિવિધિઓ અનુસૂચિત જાતિના લોકો-મુસ્લિમોને આતંકવાદી સંગઠનો તરફ આકર્ષિત કરી શકે છે. રોના વિલ્સન પાસેથી મળેલા દસ્તાવેજોથી અનેક વિસ્તારોમાં નક્સલી રણનીતિનો ખુલાસો થયો છે. NIAની ચાર્જશીટમાં સામે આવ્યું છે કે સ્ટેન સ્વામીએ અનુસૂચિનત જાતિના અને મુસ્લિમ 'તાકાતો'ને મોદી સરકાર વિરુદ્ધ ઊભા કરવાનું ષડયંત્ર રચ્યું છે. 


મુક્ત થતાની સાથે જ મહેબૂબાએ ઝેર ઓક્યું, કહ્યું- 'કાળા દિવસનો કાળો નિર્ણય...અપમાન ક્યારેય નહીં ભૂલીએ'


નવલખા ISIના સંપર્કમાં
આ સાથે જ આરોપી ગૌતમ નવલખા અંગે એ ખુલાસો થયો છે કે તે સરકાર વિરુદ્ધ બુદ્ધિજીવીઓને એકજૂથ કરતા હતો. નવલખાએ 2010થી 2011 વચ્ચે ત્રણવાર અમેરિકાની મુલાકાત લીધી હતી. નવલખા પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના સક્રિય સભ્ય ગુલામ નબી ફઈ સાથે સંપર્કમાં હતો, જેના બદલે તેણે નવલખાને આઈએસઆઈના જનરલ સાથે મુલાકાત કરાવી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube