MP ચૂંટણી 2018: ભિંડમાં પોલીસની જબરદસ્ત કાર્યવાહી, દબંગ ઉમેદવારોને નજરકેદ કર્યાં
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવામાં લાગેલા પોલીસ અને પ્રશાસને રાજ્યમાં ભિંડ જિલ્લામાં 3 વિધાનસભાના દબંગ ઉમેદવારોને નજરકેદ કર્યા છે. કોઈ પ્રકારના અનિચ્છનીય હાલાત પેદા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવામાં લાગેલા પોલીસ અને પ્રશાસને રાજ્યમાં ભિંડ જિલ્લામાં 3 વિધાનસભાના દબંગ ઉમેદવારોને નજરકેદ કર્યા છે. કોઈ પ્રકારના અનિચ્છનીય હાલાત પેદા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
પોલીસે ઉમેદવારો પર શિકંજો કસતા તેમને સરકારી ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. અટેરથી ભાજપના ઉમેદવાર અરવિંદ ભદૌરિયા અને કોંગ્રેસના ઉમેદવાર હેમંત કટારેને કિયા સર્કિટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યાં છે. આ બાજુ લહારથી કોંગ્રેસના ડો.ગોવિંદ સિંહ અને ભાજપના રસાલ સિંહને લહાર રેસ્ટ હાઉસમાં નજર કેદ કરવામાં આવ્યાં છે.
આ બાજુ ભિંડ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચૌધરી રાકેશ સિંહ ચતુર્વેદી અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ કુશવાહને પણ ભિંડ સર્કિટ હાઉસ પર પોલીસ પ્રશાસને નજરકેદ કર્યાં છે.
MP વિધાનસભા ચૂંટણી LIVE: યુવા મતદારોમાં ખુબ ઉત્સાહ, CMના પુત્રએ નાખ્યો પહેલો મત
મોબાઈલ પર લઈ રહ્યાં છે અપડેટ
ચંબલ વિસ્તારના ભિંડ જિલ્લાની અટેર, ભિંડ અને લહાર વિધાનસભાઓના ઉમેદવાર નજરકેદ દરમિયાન પોત પોતાના વિસ્તારના કાર્યકર્તાઓ પાસેથી દરેક પળની અપડેટ લઈ રહ્યાં છે. ચૂંટણી પૂરી થયા બાદ જ તેમને ત્યાંથી છોડવામાં આવશે.
સુરક્ષાનો પુરતો બંદોબસ્ત
અધિકૃત માહિતી મુજબ ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા અને શાંતિપૂર્ણ મતદાનના હેતુથી કેન્દ્રીય સુરક્ષાદળોની 650 ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ પ્રદેશની બહારથી આવેલા 33 હજાર હોમગાર્ડ પણ ચૂંટણીની તૈયારીમાં છે. રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષાદળોની વધુ કંપનીઓ તહેનાત કરાઈ છે. બાલાઘાટ જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષાદળોની 76 ટુકડીઓ, ભિંડમાં 24, છિંદવાડા અને મુરૈનામાં 19019 તથા સાગર અને ભોપાલમાં 18-18 ટુકડીઓ તહેનાત કરાઈ છે. પ્રદેશમાં 85 ટકા પોલીસકર્મીઓ અને હોમગાર્ડના 90 ટકા કર્મીઓ ચૂંટણી કાર્યમાં તહેનાત કરાયા છે.
અત્રે જણાવવાનું કે રાજ્યમાં કુલ 65,341 મતદાન કેન્દ્ર છે જેમાંથી શહેરી વિસ્તારમાં 17,036 જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં 48,305 મતદાન કેન્દ્રો છે.