છુટાછેડા લેનાર પતિએ કહ્યું નોકરી નથી, ભરણપોષણ નહી કરિયાણું આપી દઉ ?
ભિવાનીનાં એક પતિએ પોતાની પત્નીને ભરણપોષણ આપવાનાં બદલે ભરણપોષણનો સામાન આપવાની માંગ પંજાબ-હરિયાણા હાઇકોર્ટને કરી છે. પતિએ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેની પાસે ભરણપોષણના બદલે 20 કિલોગ્રામ ચોખા, 15 કિલોગ્રામ ઘઉ, 5 કિલોગ્રામ દેસી ઘી, 5 કિલો ખાંડ અને 5 કિલોગ્રામ દાળ દર મહિને આપવા માટે તૈયાર છે. આ સાથે જ પતિએ પોતાની પત્નીને 3 મહિનામાં 3 સુટ અને દરરોજ 2 કિલો દુધ આપવાની ઓફર પણ આપી છે.
ચંડીગઢ : ભિવાનીનાં એક પતિએ પોતાની પત્નીને ભરણપોષણ આપવાનાં બદલે ભરણપોષણનો સામાન આપવાની માંગ પંજાબ-હરિયાણા હાઇકોર્ટને કરી છે. પતિએ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેની પાસે ભરણપોષણના બદલે 20 કિલોગ્રામ ચોખા, 15 કિલોગ્રામ ઘઉ, 5 કિલોગ્રામ દેસી ઘી, 5 કિલો ખાંડ અને 5 કિલોગ્રામ દાળ દર મહિને આપવા માટે તૈયાર છે. આ સાથે જ પતિએ પોતાની પત્નીને 3 મહિનામાં 3 સુટ અને દરરોજ 2 કિલો દુધ આપવાની ઓફર પણ આપી છે.
બંગાળમાં ભાજપનું સભ્યપદ અભિયાન: અનેક સિતારાઓના કેસરિયા
હાઇકોર્ટે પતિની અપીલને મંજુર પણ કરી લીધી છે અને 3 દિવસની અંદર પતિને અરજીમાં બનાવેલો તમામ સામા પત્ની પાસે પહોંચવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. કોર્ટે આ મુદ્દે આગામી સુનવણીમાં પતિ અમિત મેહરાને હાઇકોર્ટમાં રજુ થનારા નિર્દેશ પણ આપ્યા છે. પત્ની મંજુના વકીલ સન્ની નામદેવે જણાવ્યું કે, હાઇકોર્ટે પતિ અમિત મેહરાને ભરણ પોષણનો સામાન આપવાની સાથે જ પત્નીને મહિનાથી પેન્ડિંગ પડેલા નવા એરિયર્સ એટલે કે બાકી ભરણ પોષણ આપવાનાં પણ નિર્દેશ આપ્યા છે અને તે અંગે હાઇકોર્ટમાં હલફનામું દાખલ કરવા માટેકહ્યું છે.
કુલભુષણ જાધવ મુદ્દે જરૂર પડશે તો ફરી ICJ માં જઇશું: વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે
કુલભૂષણ મુદ્દે ભારતનો વ્યંગ: પાક.ની મજબુરી જેથી નાગરિકોને ખોટુ કહી રહ્યું છે
વકીલ સન્ની નામદેવે જણાવ્યું કે, ભિવાનીના રહેવાસી અમિત મેહરાએ પોતાની પત્ની મંજુની વિરુદ્ધ જિલ્લા કોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરી છે. જેના કારણે ભિવાની જીલ્લા કોર્ટનાં પતિ અમિત મેહરાને દર મહિને ભરણપોષણ તરીકે 5 હજાર ભથ્થુ દેવાના આદેશ આપ્યા હતા. આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, તે જે કંપનીમાં કામ કરે છે તે કંપની બંધ થઇ ચુકી છે અને તેની નોકરી જતી રહી છે. એટલા માટે તે પોતાની પત્નીને ભરણપોષણ નહી આપી શકે. તેના બદલે પત્નીને દુધ, ઘી, દાળ, ચોખા, ઘઉ, ખાંડ અને કપડા આપવા માટે તૈયાર છે.
LIVE: કર્ણાટક સંકટ ઘેરુ બન્યું, વિધાનસભા કાલ માટે સ્થગીત, BJP ધારાસભ્યો આખી રાત કરશે ધરણા
હાઇકોર્ટનાં આદેશ અનુસાર પતિ અમિત મેહરાને 19 જુલાઇ સુધી પોતાની પત્નીનો આ તમામ સામાન પહોંચાડવો પડશે. 25 જુલાઇએ યોજાનારી આગામી સુનવણી દરમિયાન હાઇકોર્ટમાં રજુ થશે.