ઈન્દોરઃ લોકસભામાં ત્રણ તલાક બિલ હજુ આજે જ પસાર થયું છું, પરંતુ તેની સાથે સંકળાયેલા કેસ અટકવાનું નામ લેતા નથી. તાજેતરમાં જ ભોજપુરી ફિલ્મોમાં કામ કરતી રેશમા ઉર્ફે અલીના શેખે તેના પતિ પર રૂ.100ના સ્ટેમ્પ પેપર પર તલાકનામું મોકલવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ અભિનેત્રીએ તેના પતિના ગુમ થઈ જવા અંગેની ફરિયાદ પણ નોંધાવી છે. અલીનાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિની શોધખોળ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રીના જણાવ્યા અનુસાર તેણે 2016માં ઈન્દોરના અપોલો ટાવરમાં બૂટ-ચપ્પલનો વેપાર કરતા અબ્દુલ્લા ઉર્ફે મુદસ્સિર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અલીનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિ મુદસ્સિરે રૂ.100ના સ્ટેમ્પ પેપર પર તેને જે તલાકનામું મોકલી આપ્યું છે, એ તેને કબુલ નથી. બંનેના લગ્નજીવનમાં એક પુત્રનો પણ જન્મ થયો છે, જેની ઉંમર માત્ર 2 મહિનાની છે. અલીનાએ આ અંગે મુદસ્સિર સામે ચંદનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


'ટ્રિપલ તલાક' બિલ રાજ્યસભામાં પસાર, જાણો હવે ત્રણ તલાક આપ્યા તો શું થશે સજા? 


ચંદન નગર પોલીસ સ્ટેશને અલીનાની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન કરતાં તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં મુદસ્સિર અને તેના સાસરિયા સામે ફરિયાદ નોંધાવીને કેસ દાખલ કરવા અરજી કરી છે. અલીનાનું નામ રેશમા પણ છે, જેણે ભોજપુરી અને કેટલીક બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ અંગે મહિલા પોલીસ સ્ટેશનના એસએચઓ અનિતા દેરવાલે જણાવ્યું કે, બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આશે. અત્યારે તપાસ ચાલી રહી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....