નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કપલ ચાલુ બાઈકે ફિલ્મોમાં જોવા મળે છે તે રીતે રોમેન્સ કરી રહ્યું છે. રોમાન્સની તમામ  હદો પાર કરતો આ 14 સેકન્ડનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. કપલની બેશર્મ હરકતો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. હવે પોલીસ આ કપલની શોધમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ વીડિયો મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના વીઆઆપી રોડનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં એક યુવતી બાઈકની ટાંકી પર બેઠી છે અને તેનું મોઢું બાઈક ચલાવતા યુવક સામે છે. યુવક પણ સામે બેઠેલી યુવતીને ગળે લગાવીને બાઈક ચલાવી રહ્યો છે. જ્યારે બંને વીઆઈપી રોડ પર જતી એક કારની નજીક પહોંચ્યા તો કારચાલકે તેમનો વીડિયો બનાવી લીધો. 


જુઓ Viral Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube