ભોપાલ: મધ્ય પ્રદેશમાં ફરીથી એકવાર ગેસલીક કાંડ જોવા મળી રહ્યો છે. બુધવારે મોડી રાતે એક ટેંકમાંથી ક્લોરીન ગેસ લીક થયો. જેના કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. અનેક લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફની ફરિયાદ કરી. મામલો સામે આવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે ઘટી ઘટના
એવું કહેવાય છે કે વિસ્તારમાં એક વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ છે. જેમાં ક્લોરીન ગેસ સિલિન્ડરની નોઝર ખરાબ હોવાના કારણે આ દુર્ઘટના ઘટી. 900 કિલોગ્રામના સિલિન્ડરમાં પાણી નાખવામાં આવ્યું જેથી કરીને હવામાં ઝેરી ગેસ લીક ન થાય. 


પાંચ લોકો દાખલ
અધિકૃત જાણકારી મુજબ ઓછામાં ઓછા ચારથી પાંચ લોકોને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના ભોપાલના ઈદગાહ વિસ્તારમાં આવેલી મધર ઈન્ડિયા કોલોનીની છે. 


સ્થિતિની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળે પહોંચેલા કલેક્ટર અવિનાશ લાવાનિયાએ જણાવ્યું કે ટેંકથી ક્લોરીન ગેસ નીકળતા લોકો ગભરાઈ ગયા અને તેઓ પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા. તેમણે કહ્યું કે, પાણીમાં ક્લોરીન વધુ પ્રમાણમાં હોવાના કારણે આ સમસ્યા થઈ, જો કે સ્થિતિને નિયંત્રણમાં લેવાઈ. નગર નિગમના અધિકારીઓએ પાણીમાં ક્લોરીનના સ્તરને ઓછું કરવાનું શરૂ કરી દીધુ છે. પાણી ઓવરફ્લો થઈ ગયું અને તેનાથી લોકોને ચળ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થઈ. ચાર પાંચ લોકોને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 


ચિકિત્સા મંત્રી પણ પહોંચ્યા
ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં દાખલ લોકો સાથે પણ મુલાકાત કરી. સારંગે હમીદિયા હોસ્પિટલમાં કહ્યું કે સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવવું જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિની આંખોમાં બળતરા કે શ્વાસ લેવામાં સમસ્યા અંગે ફરિયાદ માટે મેડિકલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. અમે આ સ્તરે બીજુ  કઈ પણ કહેવામાં અસમર્થ છીએ. આ સમસ્યા કેવી રીતે સર્જાઈ તે જાણવા માટે મામલાની તપાસ કરવામાં આવશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube