MP By-Election: મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં 66.37 % મતદાન, ધાર જિલ્લાની બદનાવર સીટ પર બન્યો રેકોર્ડ
મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી (Madhya Pradesh By-Election) મતદાન સંપન્ન થઈ ગયું છે. ચૂંટણી અધિકારી પ્રમાણે પેટાચૂંટણીમાં 66.37 ટકા મતદાન થયું છે.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી (Madhya Pradesh By-Election) મતદાન સંપન્ન થઈ ગયું છે. ચૂંટણી અધિકારી પ્રમાણે પેટાચૂંટણીમાં 66.37 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મતદાન ધાર જિલ્લાની બદનાવર સીટ પર 81.26 ટકા થયું છે. જો મધ્યપ્રદેશમાં સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો ગ્વાલિયર ઈસ્ટમાં થયું છે, ત્યાં માત્ર 42.99 ટકા મત પડ્યા છે.
બદનાવરે બનાવ્યો રેકોર્ડ
મધ્યપ્રદેશમાં સૌથી વધુ મતદાન ધાર જિલ્લાની બદનાવર સીટ પર સૌથી વધુ 81.26 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન ગ્વાલિયર પૂર્વ સીટ પર 49.77 ટકા થયું છે. આ સિવાય આગર માલવામાં 80.54 ટકા, અંબાહમાં 61.55, અનુપપુરમાં. 67.60, અશોક નગરમાં 69.79, બમોરીમાં 77.51, ભાંડેરમાં 71.59, બ્યાવરામાં 80.01, ડબરામાં 57.10, દિમનીમાં 57.50, ગોહદમાં 52.88, ગ્વાલિયરમાં 49.77, ગ્વાલિયર પૂર્વમાં 42.99, હાટપિપલ્યામાં 80.84, જૌરામાં 66, કરેરામાં 72.11, બડા મલહરામાં 68.06, મંધાતામાં 73.44, મેહગાંવમાં 58.13, મુરૈનામાં 57.80, મુંગાબલીમાં 73.15, નેપાનગરમાં 72.65, પોહરીમાં 70.05, સાંચીમાં 68.87, સાંવેરમાં 74.34, સુમાવલીમાં 53.36, સુરખીમાં 70.55 અને સુવાસરામાં 79.97 ટકા મતદાન થયું છે.
કોરોના પોઝિટિવ નિકળ્યો મંદિરમાં નમાઝ પઢનાર આરોપી, કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટીમાં મોકલ્યો
રસપ્રદ ચૂંટણી
મધ્ય પ્રદેશની પેટાચૂંટણી આંકડાની રીતે રસપ્રદ છે. હકીકતમાં ભાજપે તો આ 28 બેઠકમાંથી સત્તા હાંસલ કરવા માટે માત્ર 8 બેઠકો મેળવવી જ જરૂરી છે. પરંતુ કોંગ્રેસે તો તમામ 28 બેઠકો જીતવી જરૂરી છે. કારણ કે 115ના જાદુઈ આંકડા સુધી તેને આ 28 બેઠકો જ પહોંચાડી શકે છે. ત્યારબાદ એ પણ ફરીથી નક્કી થશે કે શિવરાજ સિંહ ચૌહાણ કમળ ખીલેલું બચાવી શકશે કે પછી કમલનાથ પંજાનો કમાલ બતાવશે. હાલની સ્થિતિની વાત કરીએ તો ભાજપ પાસે 107 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 87 બેઠકો છે. એટલે કે બહુમત કોઈની પાસે નથી. એટલે જ આ વાત પેટાચૂંટણીને રસપ્રદ બનાવે છે.
આ કારણે યોજવી પડી પેટાચૂંટણી
કોંગ્રેસ 2018માં વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી. ત્યારે કોંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં સરકાર પણ બનાવી પરંતુ માર્ચ મહિનામાં સરકાર પડી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના 22 સમર્થક વિધાયકો સાથે કોંગ્રેસમાં બળવો પોકાર્યો અને ત્યારબાદ ભાજપમાં સામેલ થઈ ગયા. ત્યારબાદથી રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર છે. ડિસેમ્બર 2018માં 107 બેઠકો સાથે ભાજપ રાજ્યમાં બીજા નંબરે હતું. 230 સભ્યોની વિધાનસભામાં ચાર અપક્ષ, બહુજન સમાજ પાર્ટીના બે અને સમાજવાદી પાર્ટીના એક વિધાયક ચૂંટાયા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube