ભૂટાને પાણી રોકવા પર કરી સ્પષ્ટતા, ભારતને લઇને કહી મહત્વની વાત
ભૂટાનના વિદેશ મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યું, આ ખોટા આરોપ છે અને વિદેશ મંત્રાલય આ સ્પષ્ટ કરવા ઇચ્છશે કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. કેમ કે આ સમય પાણી રોકવાનું કોઈ કારણ નથી.
નવી દિલ્હી: ભૂટાને ભારત સાથે આપણી દોસ્તી અને જૂના સંબંધના સંદર્ભ આપતા પાણી રોકવાના સમાચારને નકાર્યા છે. ભૂટાન (Bhutan)એ કહ્યું બંને દેશોની વચ્ચે ક્યારે પણ પાણીનું સપ્લાયને રોકવામાં આવ્યું નથી. ભૂટાનના વિદેશ મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યું, આ ખોટા આરોપ છે અને વિદેશ મંત્રાલય આ સ્પષ્ટ કરવા ઇચ્છશે કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. કેમ કે આ સમય પાણી રોકવાનું કોઈ કારણ નથી.
આ પણ વાંચો:- રેલવે બાદ ફ્લાઇટ પર સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી બંધ રહેશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ
તેમણે વધુમાં કહ્યું કે, ભ્રામક જાણકારી ફેલાવવા અને ભૂટાન-આસામના લોકો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોમાં ગેરસમજ પેદા કરવા માટે આ નિષ્ઠિત હિતો દ્વારા એક વિચારશીલ વિચારણા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતા કે, ભૂટાને ભારતીય રાજ્ય આસામ રાજ્યના બકસા અને ઉદાલગુરી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ સપ્લાયની અપૂર્તિને બંધ કરી દીધું છે. જે ભૂટાનના સમુદ્રુપ જોંગખાર જિલ્લાની સીમમાં આવે છે.
આ પણ વાંચો:- કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસથી વધારે, રિકવરી રેટ પણ વધ્યો
ભુટાનના આ નિવેદન બાદ આસામના મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણાએ એક ટ્વિટમાં આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, પાણીના સપ્લાય કુદરતી કારણોસરથી બંધ થયો છે. ભૂટાન અવરોધ દૂર કરવામાં મદદ કરી રહ્યું છે.
આ પણ વાંચો:- કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ
કોરોના સંકટ કાળમાં આસામમાં પાણીનો સરળ પ્રવાહ બનાવી રાખવા માટે ભૂટાન અધિકારીઓ પોતે પહેલ કરી રહ્યા છે. કોવિડ -19ને કારણે આંતરરાષ્ટ્રીય સરહદ બંધ થવાને કારણે આસામના ખેડુતો પહેલાની જેમ સિંચાઇ ચેનલો જાળવવા ભૂટાનની મુલાકાત લઈ શકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube