કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસથી વધારે, રિકવરી રેટ પણ વધ્યો
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસથી વધારે સાજા થનાર દર્દીઓની સંખ્યા છે. આ સંખ્યા એક્ટિવ કેસથી 96,173 વધારે થઈ છે. કોવિડ-19 રિકવરી રેટ પણ સારો થયો છે અને તે 58.24 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં 13,940 કોવિડ-19 દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ કોરોનાથી સ્વસ્થય થતા કુલ દર્દીઓની સંખ્યા 2,85,636 થઈ ગઈ છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 58.24 ટકા થઈ ગયો છે.
આ પણ વાંચો:- કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ
હાલ દેશભરમાં 1,89,463 એક્ટિવ કેસ છે
છેલ્લા 24 કલાકમાં આઇસીએમઆરે 11 નવી લેબ શરૂ કરી છે.
ભારતમાં અત્યારે 1606 ડાયગનોસ્ટિક લેબ કોવિડ-19ની તપાસ માટે છે. તેમાં 737 ગવર્મેન્ટ સેક્ટરમાં અને 279 પ્રાઇવેટ લેબ છે.
આ લેબ્સમાં છેલ્લા 24 કલાકમાં 2,15,446 ટેસ્ટ થયા છે. ત્યારે અત્યારસુધી 77,76,228 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે