ચીન-નેપાળ બાદ ભૂતાને વધારી ચિંતા, ભારતીય કિસાનોનું પાણી રોક્યું
બક્સાના કિસાન ભૂતાનની આ હરકતથી ખુબ પરેશાન છે અને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બક્સા જિલ્લાના 26થી વધુ ગામોના આશરે 6000 કિસાન સિંચાઈ માટે ડોંગ પરિયોજના પર જ નિર્ભર છે.
ગુવાહાટીઃ ભારત માટે આ દિવસોમાં તેના પાડોશી દેશ રોજ નવી મુશ્કેલી ઊભી કરી રહ્યાં છે. ચીન, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશ સામે ત્રણેય ફ્રન્ટથી લડી રહેલા ભારતને હવે ભૂતાને ઝટકો આપ્યો છે. સામાન્ય રીતે ભારત-ભૂતાનના સંબંધ મધુર રહ્યાં છે, પરંતુ તેણે હવે આસામના બક્સા જિલ્લાના કિસાનોનું પાણી રોકી દીધું છે.
બક્સાના કિસાન ભૂતાનની આ હરકતથી ખુબ પરેશાન છે અને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બક્સા જિલ્લાના 26થી વધુ ગામોના આશરે 6000 કિસાન સિંચાઈ માટે ડોંગ પરિયોજના પર જ નિર્ભર છે. 1953 બાદથી સ્થાનીક કિસાન પોતાના અનાજના ખેતરની સિંચાઈ ભૂતાનથી નિકળતી નદીઓના પાણીથી કરે છે.
કિસાનનો વિરોધ, સરકાર પાસે સમાધાનની માગ
પાછલા બે-ત્રણ દિવસથી બક્સાના કિસાન અને તમામ સિવિલ સોસાયટી સંગઠન તેની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. સોમવારે પ્રદર્શનકારીઓએ ઘણા કલાકો સુધી રોંગિયા-ભૂતાન માર્ગને પણ જામ કર્યો હતો. કિસાનોની માગ છે કે કેન્દ્ર સરકાર ભૂતાનની સામે આ મુદ્દાને ઉઠાવે અને સમસ્યાનું કોઈ સમાધાન કાઢે.
ઇમરાન ખાને આતંકી ઓસામા બિન લાદેનને ગણાવ્યો શહીદ, સંસદમાં આપ્યું વિવાદિત નિવેદન
ભૂતાનની દલીલ, કોરોનાને કારણે લગાવ્યો પ્રવેશ પર પ્રતિબંધ
હકીકતમાં, દર વર્ષે સીઝનમાં ભારતના કિસાન ભારત-ભૂતાન સરહદ પર સમદ્રૂપ જોંગખાર વિસ્તારમાં જાય છે અને કાલા નદીના પાણીને પોતાના ખેતરમાં લાવીને સિંચાઈ કરે છે. આ વર્ષે કોરોનાને કારણે ભૂતાને ભારતીય કિસાનોને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ કિસાનોનું કહેવું છે કે જ્યારે બધા પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલને ફોલો કરવામાં આવી રહ્યાં છે તો સિંચાઈમાં શું સમસ્યા છે. હાલ આ મામલે કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube