Big Breaking: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ, 2 કલાક પૂછપરછ બાદ લીધુ એક્શન
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન પાઠવ્યા બાદ ઈડીનની ટીમ 10માં સમન સાથે આજે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન પાઠવ્યા બાદ ઈડીનની ટીમ 10માં સમન સાથે આજે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સર્ચ અભિયાન અને પૂછપરછ બાદ તપાસ એજન્સીએ કેજરીવાલની ધરપકડ કરી. આ પહેલો એવો કેસ છે જ્યારે કોઈ મુખ્યમંત્રી પદ પર હોય અને ધરપકડ થઈ છે. આવામાં સવાલ એ ઉઠે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારનું શું થશે. એટલે કે સરકાર કોણ ચલાવશે. જેને લઈને આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે કે અરવિંદ કેજરવાલ જેલથી સરકાર ચલાવશે. એટલે કે તેઓ પદેથી રાજીનામું નહીં આપે.
હાઈકોર્ટમાં કરી હતી અરજી
વાત જાણે એમ છે કે 2 નવેમ્બરથી 21 માર્ચ દરમિયાન ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 9 સમન મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલ કોઈને કોઈ બહાનું બનાવીને ઈડી સામે હાજર થયા નહીં. જ્યારે તેમને 9મું સમન મળ્યું તો તેઓ તેના વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમના દ્વારા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગણી કરાઈ હતી કે જો તેઓ પૂછપરછ માટે ઈડી સામે હાજર થાય તો તેમને ધરપકડથી સુરક્ષા આપવામાં આવે.
પરંતુ હાઈકોર્ટથી પણ કેજરીવાલ માટે રાહતના સમાચાર આવ્યા નહીં. ઈડીના એક બાદ એક સમન્સ પર કેજરીવાલ હાજર થતા નહોતા. આમઆદમી પાર્ટી અને કેજરીવાલને સૌથી મોટો ભય ધરપકડનો સતાવતો હતો. જેનાથી બચવા માટે જ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ ધરપકડ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કરી દીધો અને કહ્યું કે હાલ આ અરજી પર વિચાર નહીં કરીએ. જોકે બીજી તરફ હાઈકોર્ટે ઈડીને પણ નોટિસ પાઠવીને જવાબ માગ્યો. હવે ઈડી પાસે જવાબ રજૂ કરવા માટે 22 એપ્રિલ સુધીનો સમય છે..
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube