તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે સાંજે એર ઈન્ડિયાની એક ફ્લાઈટનું હાઈડ્રોલિક ફેલ થઈ ગયું. જેના કારણે તે લેન્ડ કરી શકે  તેમ નહતું. આ વિમાનમાં 140 લોકો સવાર હતા. પાઈલોટે હાઈડ્રોલિક ફેલિયર અંગે એરપોર્ટને જાણ કરી હતી. જો કે રાહતના સમાચાર એ છે કે આ વિમાનનું હવે સુરક્ષિત લેન્ડિંગ કરાવી દેવાયું છે. ત્રિચી એરપોર્ટ ઉપર જ લેન્ડિંગ કરાવવામાં આવ્યું. લેન્ડિંગ પહેલા વિમાનને પાયલોટે લગભગ અઢી કલાક સુધી ત્રિચી એરપોર્ટ ઉપર ઉડાવ્યું. ત્યારબાદ સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી. પહેલા વિમાનને બેલી લેન્ડિંગ કરાવવાની વાત ચાલતી હતી જો કે તેને પછી નોર્મલ રીતે જ લેન્ડ  કરાવવામાં આવ્યું. આ વિમાન ત્રિચીથી શારજાહ જઈ રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લાઈટ રહેણાંક વિસ્તાર ઉપરથી પસાર થવાના કારણે ઈંધણ ડમ્પિંગનો વિકલ્પ પસંદ કરાયો નહતો. કારણ કે વિમાન રહેણાંક વિસ્તારો પર ચક્કર મારી રહ્યું હતું. ત્યારે ફ્લાઈટને બેલી લેન્ડિંગનો વિકલ્પ પસંદ કરીને લેન્ડિંગ કરાવવાની વાતો થઈ રહી હતી. 


વિમાનમાં સવાર મુસાફરોને આ અંગે કોઈ જાણકારી અપાઈ નહતી. મુસાફરોને મામૂલી ટેક્નિકલ ખામી હોવાનું કહેવાયું હતું. બીજી બાજુ વિમાનનો પાઈલોટ પ્લેનમાં સવાર મુસાફરોના જીવ બચાવવા માટે જદ્દોજહેમત કરી રહ્યા હતા. 



શું છે આ બેલી લેન્ડિંગ
બેલી લેન્ડિંગ એક ઈમરજન્સી લેન્ડિંગ પ્રક્રિયા છે. જેમાં વિમાન પોતાના અંડરકારેઝ (લેન્ડિંગ ગીયર)ને સંપૂર્ણ રીતે કે આંશિક રીતે  ખોલ્યા વગર જ જમીન પર ઉતારવામાં આવે છે. તેને ગિયર અપ લેન્ડિંગ પણ કહે છે. કારણ કે આ સ્થિતિમાં વિમાનનું લેન્ડિંગ ગિયર બરાબર કામ કરતું નથી કે ખોલી શકાતું નથી. 



બેલી લેન્ડિંગનો અર્થ એ છે કે વિમાન પોતાના પેટ (બેલી)ના ભાગે રનવે પર ઉતરે છે. આ એક ઈમરજન્સી સ્થિતિ હોય છે જેમાં વિમાનના ઉતરવા માટે અન્ય વિકલ્પ હોતા નથી. તેના અનેક ગંભીર પરિણામ પણ હોય છે. તેનાથી વિાન અને રનવેને નુકસાન પહોંચે છે. આ સાથે જ ઝટકો લાગવાથી મુસાફરો અને કર્મચારીઓને ઈજા પણ પહોંચી શકે છે.