gniveer Scheme: અગ્નિવીર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે. જી હા... ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. જેમાં શારીરિક કસોટીમાંથી પણ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે, CISFમાં પણ 10 ટકા પોસ્ટ અનામત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે, સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહે કહ્યું કે સીઆઈએસએફે પણ આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. 14 જૂન, 2022ના રોજ જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં 17 થી 21 વર્ષની વયના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી 15 વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ છે. બાદમાં સરકારે ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી.


અગ્નિપથ યોજના અંગે વિવાદ
તાજેતરમાં પૂરા થયેલા સંસદ સત્ર દરમિયાન વિપક્ષે અગ્નિપથ યોજના અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકારને ઘેર્યા બાદ અગ્નિપથ યોજના પરના વિવાદ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે 158 સંસ્થાઓના સૂચનો લીધા બાદ તેને લાગુ કરવામાં આવ્યો હતો.