Delhi Airport: દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની વધતી જતી ભીડના લીધે ફ્લાઇટ કંપનીઓએ નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. ઇંડિગો એરલાઇન બાદ હવે એર ઇન્ડીયાએ પણ મુસાફરોને ડોમેસ્ટીક ફ્લાઇટ માટે નિર્ધારિત સમયના 3.5 કલાક પહેલાં દિલ્હી એરપોર્ટ પર પહોંચવા માટે કહ્યું છે. ભારે ભીડ બાદ એવિએશન મિનિસ્ટ્રીના કડક વલણ બાદ એવિએશન કંપનીઓએ આ ફેરફાર કર્યા છે. તો બીજી તરફ વિસ્તારાએ મુસાફ્રોને ફ્લાઇટમાંથી 3 કલાક પહેલાં આવવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડના લીધે એરપોર્ટ પર ભીડ ઓછી કરવા અને મુસાફરોની સુવિધાને જોતાં મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (Ministry of Civil Aviation) એ મંગળવારે એરલાઇન્સ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં ચેક-ઇન અને બેગેજ ડ્રોપ કાઉન્ટરો પર કર્મચારીઓની તૈનાતીને લઇને ફ્લાઇટ પકડવાના ટાઇમિંગમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. 


ભીડભાડના લીધે મુસાફરોની અસુવિધાને લઇને ડીઆઇએએલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) થી સંસદની એક સમિતિએ ચર્ચા કરી હતી. ભીડભાડના લીધે મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર લાંબા પ્રતિક્ષા સમયનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંબંધમાં 15 ડિસેમ્બરના રોજ પણ બેઠક થવાની છે. 

આ પણ વાંચો: Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: Crash Test: Maruti ની આ 3 કારને Safety મામલે મળ્યો 1 સ્ટાર


સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો


તેમાં મુસાફરોથી ઘરેલૂ ઉડાનો માટે ઓછામાં ઓછા 3.5 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ઇન્ડીગોએ કહ્યું ''સરળ સુરક્ષા તપાસ માટે સાત કિલોગ્રામ વજનનું લેવલ એક હેન્ડ બેગેજ લઇ જવાનો અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત પાસે પોતાનો વેબ ચેક-ઇન કરવા માટે પણ કહ્યું છે.'' એરપોર્ટના ટર્મિનલો પર મુસાફરોની ભારે ભીડનો હવાલો આપતાં સ્પાઇસજેટે મુસાફરોને સલાહ જાહેર કરી છે કે તે જલ્દી પહોંચ્યા અને ફક્ત સાત કિલોગ્રામ સુધીનો એકથી વધુ હેન્ડ બેગ ન લઇ જાવ.


દિલ્હી એરપોર્ટના વિશે સ્પાઇસજેટે કહ્યું કે મુસાફરોની વધુ સંખ્યાના કારણે ચેક-ઇન અને બોર્ડિંગમાં સામાન્યથી વધુ સમય લાગવાની આશા છે. મુંબઇ એરપોર્ટના સંબંધમાં, સ્પાઇસજેટે ઘરેલૂ ઉડાનોના મુસાફરોને 'ઉડાન પ્રસ્થાન સમયે 2.5 કલાક પહેલાં અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટે 3.5 કલાક પહેલાં'' પહોંચવાની સલાહ આપી છે. મંગળવારે પણ ઘણી મુસાફરોને સોશિયલ મીડિયા પર દિલ્હી એરપોર્ટ પર અવ્યવસ્થા અને કલાકો રોકાવવાની ફરિયાદો કરી હતી. 


આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube