ઈન્દોરઃ Indore Mandir Stepwell Collapse: આજે રામનવમીના અવસરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટતા બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના કુવાની છત ધસી પડી છે. આ દુર્ઘટનામાં 30થી વધુ વધારે લોકો કૂવામાં ખાબકતાં કાટમાળ નીચે દટાયા હતા. જેમાંથી 14 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. વાવમાંથી પાણી કાઢવા માટે મોટર (પંપ) મંગાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Indore Hadsa Update: આ અકસ્માત સ્નેહ નગર પાસે પટેલ નગરમાં થયો હતો. અહી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં કુવા ઉપરની છત તૂટી ગઈ હતી. જેના કારણે તેના પર ઉભેલા લોકો કૂવામાં પડી ગયા હતા. રામનવમી પર મંદિરમાં હવન ચાલી રહ્યો હતો.


એમપી સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે લોકોને બચાવાના પ્રયાસો થઈ રહ્યાં છે. જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામનવમી પર મંદિરમાં હવન થઈ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં એક કૂવો હતો. જેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. પૂજા દરમિયાન, 20-25 લોકો કૂવાની છત પર ઉભા હતા, જ્યારે છત તૂટી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો કૂવામાં પડી ગયા હતા. આ કૂવો 50 ફૂટ ઊંડો હોવાનું કહેવાય છે.


આ પણ વાંચોઃ શું નક્કી થઈ ગઈ રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ? હનુમાન ચાલીસાના 100 કરોડ પાઠ થશે


જિલ્લા પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જોકે, કૂવામાં પાણી છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. લોકોને મંદિરની નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.


સીએમ શિવરાજ સિંહે અધિકારીઓને સૂચના આપી
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બેલેશ્વર મહાદેવ મંદિરની ઘટનાની નોંધ લીધી છે. શિવરાજ સિંહે ઈન્દોરના કલેક્ટર અને કમિશનરને ફોન કરીને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રી કાર્યાલય સતત ઈન્દોર જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે. ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીએ કહ્યું કે સંખ્યા વિશે જણાવવું મુશ્કેલ છે. 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાની છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
રેસ્ક્યુ ટીમ દોરડા લગાવીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. રેસ્ક્યુ ટીમના લોકો કૂવામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર ત્યાં પહોંચી ગયું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube