Rs 2000 Bank Note: 2000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર થવાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ અત્યાર સુધી બધી નોટ માર્કેટમાંથી પરત આવી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું કે, 2000 રૂપિયાના 98.04 ટકા બેંક નોટ બેકિંગ સિસ્ટમમાં પરત આવી ગયા છે. હવે 6970 કરોડ રૂપિયા હજી પણ જનતા પાસે છે. આરબીઆઈ (RBI) તરફથી 19 મે, 2023 ના રોજ 2000 રૂપિયાની બેંક નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આવામાં સવાલ થાય છે કે, એક વર્ષથી વધુ સમય યતી ગયો છે, તો પછી લોકો 2000 રૂપિયાની નોટ પરત કેમ કરી રહ્યાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે 2023 ના રોજ આ નોટ દૂર કરાઈ હતી 
આરબીઆઈએ કહ્યું કે, જે સમયે 19 મે, 2023 ના રોજ આ નોટ પરત લેવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 2000 રૂપિયાના બેંક નોટ ચલણમાં હતી. ચલણમાં સામેલ નોટનું મૂલ્ય 31 ઓક્ટોબર, 2024 ના રોજ કારોબાર બંધ થવા પર 6,970 કરોડ રૂપિયા રહી ગયા છે. નિવેદનમાં જણાવાયું કે, આ પ્રકાર 19 મે, 2023 સુધી પ્રચલનમાં રહેલા 2000 રૂપિયાના 98.4 ટકા નોટ પરત આવી ચૂક્યા છે. આ નોટને જમા કરવાનો કે તેને બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં ઉપલબ્ધ હતી. આ સુવિધા હવે રિઝર્વ બેંકના 19 રિજનલ ઓફિસમાં ઉપલબ્ધ છે. 


ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રી


જેનો હેતુ દેશમાં નાણાંની અછતને તાત્કાલિક દૂર કરવાનો હતો
નવેમ્બર 2016 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2000 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી. 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને ચલણમાંથી હટાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો હેતુ દેશમાં નાણાંની અછતને તાત્કાલિક દૂર કરવાનો હતો. આરબીઆઈએ કહ્યું હતું કે જ્યારે દેશમાં અન્ય મૂલ્યોની નોટો પર્યાપ્ત થઈ જશે ત્યારે 2000 રૂપિયાની નોટોની જરૂરિયાત ઓછી થઈ જશે. તેથી વર્ષ 2018-19માં 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આ પછી 2023માં RBIએ આ નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી.


શા માટે હજુ સુધી સંપૂર્ણ નોટો પરત કરવામાં આવી નથી?
2000 રૂપિયાની તમામ નોટો પરત ન આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આ માટે કોઈ સત્તાવાર કારણ નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેટલાક લોકો કાળા નાણા તરીકે રૂ. 2000 ની નોટોનો સંગ્રહ કરી રહ્યા હશે અને તેથી તેઓ તેને બેંકોમાં જમા ન કરાવી શકે. બીજું, એ પણ શક્ય છે કે સાત વર્ષ દરમિયાન કેટલીક નોટો ખોવાઈ ગઈ હોય, ફાટી ગઈ હોય કે બગડી ગઈ હોય. આ કારણોસર પણ તેઓ બેંકમાં જમા કરાવી શક્યા નથી. એવું પણ માનવામાં આવે છે કે કેટલીક નોટો વિદેશમાં રહેતા ભારતીયો પાસે હોઈ શકે છે અને તેથી તેને પરત લાવવામાં સમય લાગી શકે છે.


બહેનપણી મરતાં જ એના પતિના પ્રેમમાં પડી ગઈ હતી હિરોઈન, અનેક અફેર છતાં હજુ કુવારી