NIAની તપાસમાં મોટો ખુલાસો, ભારતમાં જ ટ્રેનિંગ સેન્ટર બનાવવાના હતા ISના આતંકી
એનઆઈએએ શંકાસ્પદોને જ્યારે પકડ્યા હતા, ત્યારે તેના વિશે ઓછી માહિતી હતી. પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ લોકો ન માત્ર આઈએસઆઈએસ (ISIS) સાથે જોડાયેલા હતા, પરંતુ અલકાયદા સાથે પણ તેના તાર જોડાયેલા હતા.
કોલકત્તાઃ આઈએસઆઈએસ (ISIS) અને અલકાયદા સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે એનઆઈએએ જે 10 લોકોની ધરપકડ કરી હતી, તે મામલામાં મોટો ખુલાસો થયો છે. એનઆઈએ (National Investigation Agency)એ તેમાંથી 7ની બંગાળથી ધરપકડ કરી છે, તેમાંથી ત્રણ બાંગ્લાદેશી છે. હવે જાણવા મળ્યું કે, તે ભારતમાં અલગ પ્રકારનું મોડ્યૂલ બનાવી રહ્યાં હતા અને આતંકીઓએ ભારતના જ બે રાજ્યોના જંગલોમાં ટ્રેનિંગ આપવાની હતી.
વધુ તપાસ, નવા ખુલાસા
એનઆઈએએ શંકાસ્પદોને જ્યારે પકડ્યા હતા, ત્યારે તેના વિશે ઓછી માહિતી હતી. પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ લોકો ન માત્ર આઈએસઆઈએસ (ISIS) સાથે જોડાયેલા હતા, પરંતુ અલકાયદા સાથે પણ તેના તાર જોડાયેલા હતા. આ ધરપકડ પાછલા વર્ષથી ચાલી રહી છે. જેમાં બીપભબલ જિલ્લાના રબીઉલ ઇસ્લામ સૌથી વધુ કટ્ટર છે. તો બાંગ્લાદેશી નિવાસી અલ મામૂન, અલ અમીન અને મોહસિન પણ લાંબા સમયથી આતંકવાદી વિચારધારા સાથે જોડાયેલા છે. તેને કોલકત્તા એસટીએફે બીરભૂમના ઉલૂબેરિયાથી ધરપકડ કરી હતી.
મોહસિન હતો બાંગ્લાદેશ આઈએસ ચીફનો નજીકનો
એએનઆઈની પૂછપરછમાં તે વાત સ્પષ્ટ થઈ છે કે બાંગ્લાદેશી આતંકી મોહસિન બાંગ્લાદેશમાં આઈએસના પ્રમુખ રહેલા નસરુલ્લાહનો ખુબ નજીકનો હતો. પરંતુ નસરુલ્લાહ પકડાયા બાદ તે ભાગીને ભારત આવી ગયો હતો અને ઉલૂબેરિયામાં રહેવા લાગ્યો હતો.
અઠાવલેની શરદ પવારને ઓફર- 'જો શિવસેના નહીં તો એનડીએમાં જોડાઈ એનસીપી'
રબીઉલે કરી હતી 37 લોકોની ભરતી
આઈએસઆઈએસ સાથે જોડાયેલ રબીઉલે 37 લોકોને પોતાની સાથે જોડ્યા હતા. તેનો ઇરાદો ઉત્તર પ્રદેશ કે કેરલના કોઈ જંગલમાં તેને ટ્રેનિંગ આપવાનો હતો, પરંતુ તે પહેલા તેની ધરપકડ થઈ ગઈ હતી.
અત્યાર સુધી 10ની ધરપકડ, અન્યનું સર્ચ ચાલુ
એનઆઈએએ જણાવ્યું કે, રબીઉલની ધરપકડ બાદ મોર્શેદે સેલને સક્રિય કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પકડમાં આવી ગયો. આ આતંકી મોડ્યૂલ સાથે જોડાયેલ 10 લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ ચુકી છે, તો 27ની શોધખોળ ચાલી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube