CM યોગીનો મહત્વનો નિર્ણય, કેબિનેટ મીટિંગમાં ફોન નહી રાખી શકે મંત્રી
મુખ્યમંત્રી યોગીનો નિર્ણય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના હેકિંગ અને જાસુસીના ખતરાને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે
લખનઉ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે (01 જુન) ના રોજ એક મહત્વનો નિર્ણય લીધો. રાજ્યના મુખ્યમંત્રીઓ આદેશ આપ્યો કે, કેબિનેટ બેઠકો દરમિયાન મંત્રીઓ મોબાઇલ ફોન નહી લાવે. એટલે કે કેબિનેટ બેઠક દરમિયાન મંત્રીઓના મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ છે. સુત્રો અનુસાર મુખ્યમંત્રી યોગીનો આ નિર્ણય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના હેકિંગ અને જાસુસીનાં ખતરાને જોતા નિર્ણય લેવાયો છે.
લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસને ફરી મજબૂત કરવા સોનિયા આવ્યા આગળ
આ અગાઉ મંત્રીઓને મોબાઇલ ફોન લાવવાની પરવાનગી હતી. જો કે તેને સ્વિચોફ કરવા અથવા સાઇલેન્ટ રાખતા હતા. મળતી માહિતી અનુસાર મંત્રીઓને અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું કે, હવે કેબિનેટ બેઠક દરમિયાન મંત્રીઓને પોતાનો મોબાઇલ ફોન બહાર જમા કરાવવો પડશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઇચ્છે છે કે મંત્રિમંડળની બેઠમાં થનારી ચર્ચા ગંભીરતા તથા અન્ય કોઇ વ્યાધાનથી થાય. મળતી માહિતી અનુસાર બેઠક દરમિયાન આવનારા ફોન્સને ધ્યાને રાખી તેમણે નિર્ણય લીધો છે. મોબાઇલ ફોન અચાનક રિંગ વાગતા દરેકનું ધ્યાન ભટકતું હતું. એટલું જ નહી બેઠક દરમિયાન ફોન પર આવનારા મેસેજ વાંચવાથી સારો સંદેશ નથી જતો.
મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી તો રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો
ભાજપ માટે કોંગ્રેસના 52 સાંસદ પુરતા છે, અમે ઈંચ-ઈંચની લડાઈ લડીશું: રાહુલ ગાંધી
નવી વ્યવસ્થામાં મંત્રીઓને કોઇ અસુવિધા ન હોય, તેના માટે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની જવાબદારી સમાન્ય તંત્ર વિભાગને આપવામાં આવી છે. જેના હેઠળ જ્યારે મંત્રી પરિષદ કક્ષમાં મુખ્યમંત્રી દ્વારા બોલાવાયેલી બેઠકમાં જશે તો તેઓ મોબાઇલ ફોન ટોકન લઇને બહાર જમા કરાવશે. ત્યાર બાદ રૂમની બહાર આવવાથી ટોકન દ્વારા તેને પાછો લઇ શકશે.