મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી તો રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો

અમિત શાહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરીશ. મારામાં વિસ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર. દેશની સુરક્ષા અને નાગરિકોનું કલ્યાણ મારી પ્રાથમિક્તા રહેશે." રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા હતા અને અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 

મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી તો રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ અમિત શાહે શનિવારે ગૃહમંત્રીલયનો કાર્યભાર સંભાળી લીધો છે. મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી અમિત સાહે તરત જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રાજનાથ સિંઘે પણ સંરક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર શનિવારે સંભાળી લીધો છે. તેમણે કાર્યભાર સંભાળવાની સાથે જ સેનાની ત્રણે પાંખના વડા સાથે સૌ પ્રથમ બેઠક કરી હતી. અમિત શાહની સાથે જ નવા નિમાયેલા ગૃહરાજ્ય મંત્રી જી.કે. રેડ્ડી અને નિત્યાનંદ રાયે પણ શનિવારે પદભાર સંભાળ્યો હતો.   

અમિત શાહ દેશના ગૃહમંત્રી બનનારા છઠ્ઠા ગુજરાતી નેતા છે. અમિત શાહ પહેલા ગુજરાત 5 સાંસદ ગૃહમંત્રી બની ચૂક્યા છે. સરદાર વલ્લભાઈ પટેલ દેશના સૌથી પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા. ત્યાર પછી ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઈ, હિરુભાઈ પટેલ અને લાલકૃષ્ણ અડવાણી ગૃહમંત્રાલય સંભાળી ચુક્યા છે.

પદભાર સંભાળ્યા પછી અમિત શાહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરીશ. મારામાં વિસ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર. દેશની સુરક્ષા અને નાગરિકોનું કલ્યાણ મારી પ્રાથમિક્તા રહેશે."

શનિવારે કાર્યભાર સંભાળવા ગૃહમંત્રાલય પહોંચેલા અમિત શાહનું સ્વાગત નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું. ત્યાર પછી અમિત શાહે મંત્રાલય સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ અને વિષયોને સમજવા માટે અધિકારકીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત અમિત શાહ ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓ સાથે પણ બેઠક કરે તેવી સંભાવના છે. 

રાજનાથે સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો
રાજનાથ સિંહે શનિવારે સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો હતો અને તરત જ ભારતીય સેનાની ત્રણેય પાંખવા વડા સાથે બેઠક યોજી હતી. સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રીપદ યશો નાઈક, સંરક્ષણ સચિવ સંજય મિત્રા અને મંત્રાલયના ટોચના અધિકારીઓએ રાજનાથ સિંહનું સ્વાગત કર્યું હતું. પદભાર સંભાળતાની સાથે જ રાજનાથ સિંહે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને નવા નિમાયેલા નૌકાદળના પ્રમુખ કરમબીર સિંહ સાથે બેઠક યોજી હતી. 

આ અગાઉ, કાર્યભાર સંભાળતા પહેલાં રાજનાથ સિંહે દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) ગયા હતા અને અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં પણ રાજનાથની સાથે સેનાની ત્રણેય પાંખના વડા હતા. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news