પટણા: બિહાર (Bihar) માં કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે હવે મદદ માટે રાજકીય પક્ષો પણ સામે આવવા લાગ્યા છે. રાજકીય પક્ષોએ હોસ્પિટલોની કમી જોતા પોત પોતાના કાર્યાલય  સરકારને આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે રાજ્યપાલ ફાગુ ચૌહાણની અધ્યક્ષતામાં આયોજિત સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે જરૂર  પડ્યે સરકાર અમારી પાર્ટીના કાર્યાલય, મારા સરકારી આવાસના પરિસરનો પણ સરકાર ઉપયોગ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ કોંગ્રેસે પણ લોકહિતમાં પોતાના તમામ જિલ્લા કાર્યાલયો સહિત પ્રદેશ મુખ્યાલયને કોરોના (Coronavirus) માટે આઈસોલેશન સેન્ટર તરીકેઆપવાની રજૂઆત કરી છે. કોંગ્રેસ (Congress) ના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે સરકાર ઈચ્છે તો તમામ જિલ્લા કાર્યાલયો સહિત પ્રદેશ મુખ્યાલયને કોરોના માટે આઈસોલેશન સેન્ટર તરીકે લઈ શકે છે. જેનાથી જનતાને કોરના સંક્રમણથી સમયસર બચાવવામાં મદદ મળી શકે.


આ બાજુ ભાજપ (BJP)પણ કોરોનાની બીજી લહેરમાં લોકોની સહાયતા માટે સેવા જ સંગઠન અભિયાનની શરૂઆત કરશે. જે હેઠળ ભાજપના કાર્યકરો લોકોની મદદ કરશે. ભાજપ બિહાર પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જ્યસવાલે કહ્યું કે કોરોનાની બીજી લહેરને જોતા પાર્ટી દ્વારા એકવાર ફરીથી સેવા જ સંગઠન અભિયાનની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. જે હેઠળ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સમગ્ર દેશના ભાજપના કાર્યકરોને તેમાં તન મનથી સંપૂર્ણ યોગદાન આપવાનું આહ્વાન કર્યું છે. 


તેમણે કહ્યું કે આ અભિયાન હેઠળ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તમામ પ્રદેશોને 17 પોઈન્ટનું ટાસ્ક આપવામાં આવ્યું છે. જે માટે તમામ મહત્વપૂર્ણ શહેર, કેન્દ્રો પર હેલ્પલાઈનની સ્થાપના કરીને લોકોને જરૂરિયાત મુજબ બેડ અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, સંક્રમિત પરિવારો માટે ભોજનની વ્યવસ્થા, બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પોની વ્યવસ્થા, વૃદ્ધો તથા જરૂરિયાતવાળા સુધી દવાઓ અને અન્ય સુવિધાઓ પહોંચાડવાના કાર્ય સામેલ છે. 


જનતાંત્રિક વિકાસ પાર્ટીના અધ્યક્ષ અનિલ કુમારે પોતાના 120 બેડવાળી હોટલ પાટલિપુત્રા નિર્વાણા સરકારને આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર તેને હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લઈ શકે છે. તેમણે આ જાહેરાતક રતા ક હ્યું કે આજે બિહારની મોટી મોટી હોસ્પિટલોમાં પણ 200 બેડ નથી. તેમણે કહ્યું કે પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 105 બેડ, એમ્સમાં 190 બેડ, નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 160ની જગ્યાએ 176 બેડ લગાવવામાં આવ્યા છે. 


આ બાજુ જન અધિકાર પાર્ટી પણ કોરોના પીડિતોની મદદ માટે આગળ આવી છે. પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવે ત્રણ હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા. તેમણે કહ્યું કે આ હેલ્પલાઈન પર કોરોના પીડિતો પોતાની સમસ્યા જણાવી શકે છે. જન અધિકાર પાર્ટી આ સંકટને એક આફત માને છે અને આવા લોકોની દરેક શક્ય મદદ આફત પીડિતની જેમ કરાશે. 


Corona Update: કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, એક દિવસમાં 2.95 લાખથી વધુ કેસ, 2023ના મોત


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube