નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 27 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. હાલમાં ભાજપમાં સામેલ થનાર શૂટર શ્રેયસી સિંહને પણ ટિકિટ મળી છે. પાર્ટીએ તેને જમુઈથી ઉમેદવાર બનાવી છે. શ્રેયસી સિંહ બિહારના દિગ્ગજ નેતા રહેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહની પુત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેયસી સિંહ રવિવારે ભાજપમાં સામેલ થઈ હતી. ભાજપમાં જોડાયા બાદ તેણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પાર્ટીએ કહલગાંવથી પવન કુમાર યાદવ, બાંકાથી રામનારાયણ મંડલ, મુંગેરથી પ્રણવ યાદવ, લખીસરાયથી વિજય કુમાર સિન્હા, બાઢથી જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂ, કારાકાટથી રાજેશ્વર રાજને ટિકિટ આપી છે. ભાજપે તે સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થશે.


નવા નિયમો સાથે કરવી પડશે દશેરા-દીવાળીની ઉજવણી, જાણી લો સરકારની નવી ગાઇડલાઇન  


121 સીટો પર ચૂંટણી લડશે ભાજપ
મહત્વનું છે કે ભાજપ બિહારની 121 સીટો પર ચૂંટણી લડશે. ભાજપ તેમાંથી કેટલીક સીટ મુકેશ સાહનીની પાર્ટી વિકાસશીલ ઇંસાન પાર્ટીને આપશે. ભાજપ વીઆઈપીને કેટલી સીટ આપશે તે હજુ સામે આવ્યું નથી. ભાજપ પટના, પશ્ચિમ ચંપારણ, ગયા જેવા શહેરોમાં ચૂંટણી લડી રહી છે. આ પહેલા પાર્ટીએ તે 121 બેઠકોની યાદી જાહેર કરી, જ્યાં પર તે ચૂંટણી લડવાની છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube