પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Assembly Election 2020) માટે લોક જનશક્તિ પાર્ટી (Lok Janshakti Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને ગુરૂવારે પૂરજોશમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ અભિયાન દરમિયાન સવારથી ચિરાગના નિશાન પર રાજ્યના સીએમ નીતીશ કુમાર છે અને સાંજ થતા થતા લોજપા અધ્યક્ષે ફરી હુમલો કર્યો છે. ચિરાગે કહ્યુ કે, ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ  લઈને આ વખતે સાહેબ લાલૂ પ્રસાદ યાદવ  (Lalu Prasad Yadav)ના શરણમાં ન ચાલ્યા જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિરાગ પાસવાને ટ્વીટ કરતા લખ્યુ- 'પાછલીવાર લાલૂ પ્રસાદ યાદવના આશીર્વાદથી નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા અને પછી તેમને દગો આપી પ્રધાનમંત્રીજીના આશીર્વાદથી રાતો રાત મુખ્યમંત્રી બની ગયા. આ વખતે ક્યાંક પીએમ મોદીના આશીર્વાદ લઈને ફરી લાલૂ પ્રસાદ જીના શરણમાં ન ચાલ્યા જાય સાહેબ.'


બિહારમાં ફ્રી કોરોના વેક્સિનનો મામલો ચૂંટણી પંચ પહોંચ્યો, ભાજપ વિરુદ્ધ ફરિયાદ


10 નવેમ્બર બાદ નીતીશ કુમાર બિહારના સીએમ હશે નહીં
ચિરાગ પાસવાને કહ્યુ કે, 10 નવેમ્બર બાદ નીતીશ કુમાર બિહારના સીએમ હશે નહીં. નીતીશ કુમાર પર વાર કરતા તેમણે કહ્યું કે, હું સિંહનો બાળક છું અને જંગલને ચીરીને નીકળી જઈશ. આગામી સીએમ બિહારમાં એલજેપીમાંથી હશે. ગુરૂવારે પાસવાન પોતાના હજારો સમર્થકો સાથે શેખપુરાના રસ્તાઓમાં રોડ શો કરતા જોવા મળ્યા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube