બિહારઃ પ્રથમ તબક્કા માટે પ્રચાર-પડઘમ શાંત, 28 ઓક્ટોબરે 71 સીટો પર મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 71 સીટો પર 28 ઓક્ટોબરે મતદાન થશે. આજે સાંજે પાંચ કલાકથી પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે.
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 71 સીટો પર 28 ઓક્ટોબરે મતદાન થશે. આજે સાંજે પાંચ કલાકથી પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે. પ્રથમ તબક્કામાં ઘણા રાજકીય દિગ્ગજો પર નજર રહેલી છે, જેમાં નીતીશ સરકારના 8 મંત્રીઓની શાખ દાવ પર છે. તેમાંથી ચાર ભાજપ અને ચાર જેડીયૂના કોટામાંથી મંત્રી છે, જેની વિરુદ્ધ વિપક્ષે ઘેરાબંધી કરી છે તો કોઈ સીટો પર બળવાખોર પડકાર બની ગયા છે. તેવામાં નીતીશના મંત્રીઓની સીટો પર રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે.
બિહારમાં નીતીશ સરકારના જે આઠ મંત્રીઓની શાખ દાવ પર છે, તેમાં ગયાથી કૃષિ મંત્રી ડો પ્રેમ કુમાર, જહાનાબાદથી શિક્ષણ મંત્રી કૃષ્ણ નંદન વર્મા, જમાલપુરથી ગ્રામીણ કાર્ય મંત્રી શૌલેશ કુમાર, દિનારાથી વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જય કુમાર સિંહ, રાજાપુરથી પરિવહન મંત્રી સંતોષ કુમાર નિરાલા, બાંકાથી મહેસૂલ મંત્રી રામનારાયણ મંડલ, લખીસરાયથી શ્રમ મંત્રી વિજય કુમાર સિન્હા અને ચેનપુરથી અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ મંત્રી બૃજકિશોર બિંદ છે.
અમે કર્યો દેશની સાથે બિહારનો વિકાસ
જેપી નડ્ડાએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે બિહારને અપાતા 1.25 લાખ કરોડના પેકેજને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે જુમલો ગણાવ્યો હતો. જ્યારે કેન્દ્રની મોદી સરાકરે 10 હજાર કરોડ શિક્ષણ, છ હજાર કરોડ સ્વાસ્થ્ય, દરભંગા એમ્સ, 11 મેડિકલ કોલેજ, ત્રણ વર્ષમાં બિહારને આપ્યા છે. ઔરંગાબાદમાં મેડિકલ કોલેજ ખુલવાનો માર્ગ મોકળો બની ગયો છે. ભાજપના અધ્યક્ષે કહ્યુ કે, પીએમ મોદીએ દેશમાં 18 હજાર ગામોમાં વીજળી પહોંચાડી છે. કેન્દ્ર સરકાર દેશની સાથે બિહારના વિકાસને લઈને પણ ગંભીર છે.
Bihar Election JP Nadda Rally: બિહારમાં વિપક્ષ પર નડ્ડાનો હુમલો, કહ્યું- અમે કર્યો છે પ્રદેશનો વિકાસ
કોરોનાને રોકવા કેન્દ્ર તથા રાજ્ય ગંભીર
નડ્ડાએ કહ્યુ કે, કોરોના સંક્રમણને લઈને કેન્દ્ર તથા રાજ્યની સરકાર ગંભીર છે. વર્તમાનમાં દરરોજ 15 લાખ ટેસ્ટ થઈ રહ્યાં છે. કોરોના કાળમાં ગરીબોને ફ્રી અનાજ આપવામાં આવ્યું, જનધન ખાતાનો લાભ ગરીબોને મળ્યો. કોરોના કાળમાં બધાને 1500 રૂપિયા આપવામાં આવ્યા.
પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત
નડ્ડાએ સવાલ કર્યો હતો કે અમારી સરહદો પીએમ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત નથી? છેલ્લા છ વર્ષમાં અરૂણાચલ પ્રદેશથી ગલવાન ઘાટી સુધી 4700 લાંબા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી આપણા સૈનિકો સમય બગાડ્યા વિના જ્યારે પણ જરૂર હોય સરહદ સુધી પહોંચી શકે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube