પટનાઃ બિહાર વિધાનસભાના રણને જીતવા માટે ચૂંટણી સભાઓ જોરમાં છે. દેશના દિગ્ગજ નેતા બિહારમાં રેલીઓને સંબોધિત કરી પોત-પોતાની પાર્ટીઓને મત આપવાની અપીલ કરી રહ્યાં છે. ઔરંગાબાદમાં મંગળવારે ચૂંટણી સભાને સંબોધિત કરતા આરજેડીના વરિષ્ઠ નેતા અને લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પહોંચ્યા હતા. આ વચ્ચે ભીડમાં એક દિવ્યાંગ યુવકે તેમના પર ચપ્પલ ફેંક્યુ હતું. ચપ્પલ સીધુ તેમના હાથને લાગતા ખોળામાં પડ્યુ હતું. ઘટના બાદ સભામાં હંગામો મચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયકલ પર બેસેલા દિવ્યાંગ યુવકે મંચની નીચે ફેંક્યુ ચપ્પલ
જાણવા મળી રહ્યું છે કે ટુકુંબાના બભંડીહમાં મંગળવારે તેજસ્વી યાદવ ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન નેતા વિપક્ષ તેજસ્વી યાદવ પર મંચની નીચેથી એક દિવ્યાંગ યુવકે ચપ્પલ ફેંક્યુ હતું. એક ચપ્પલ તેમની પાછળ પડ્યું, જ્યારે બીજું ચપ્પલ તેમના હાથમાં લાગીને ખોળામાં પડ્યું. ચપ્પલ ફેંકવાની ઘટના બાદ મંચમાં અફરા તફરી મચી ગઈ હતી. ચપ્પલ ફેંક્યા બાદ તે યુવક વિરોધમાં નારેબાજી કરી રહ્યો હતો. તેજસ્વીએ દિવ્યાંગને જોઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને કોઈ પ્રકારનું ખરાબ વર્તન ન કરવા અપીલ કરી હતી. ઘટના બાદ તેજસ્વીએ આ દિવ્યાંગ યુવક સાથે વાત કરી હતી. ત્યારબાદ દિવ્યાંગને પોલીસ જવાનોએ સભાની બહાર કાઢી દીધો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube