પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) પહેલા વીઆરએસ (VRS) લેનાર પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાન્ડેય  (Bihar Ex Dgp Gupteshwar Pandey)ના એક વીડિયોને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. હવે ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશન (Indian Police Foundation)એ પૂર્વ ડીજીબીના વીડિયોને ટ્વીટ કરીને પોતાની વાત રાખી છે. ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશને ટ્વીટ કરી કહ્યું- એક રાજ્યના પોલીસ વડા જો આવો વીડિયો બનાવે છે તો તેમની પસંદ ખુબ ખરાબ છે. તેઓ પોતાના પદ અને વર્ધી બંન્નેને બદનામ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશને જે વીડિયો ટ્વીટ કર્યો છે,  તેમાં 'બિગ બોસ-12મા કન્ટેસ્ટેન્ટ રહી ચુકેલા દીપક ઠાકુરે ગુપ્તેશ્વર પાન્ડેયની સાથે એક ગીત બનાવ્યું છે. આ ગીતના બોલ 'રોબિનહુડ બિહાર કે' છે. આલબોમમાં ગુપ્તેશ્વર પાન્ડેયની ખુબ પ્રશંસા કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે ગુપ્તેશ્વર પાન્ડેયનો એવો ડર છે કે બિહારમાં માફિયા, ગુનેગાર ભગવાન પાસે દુવા માગે છે. તેમની એક દહાડથી વિસ્તાર હલી જાય છે. વાઘની આંખ સાથે તેમની આંખની તુલના કરવામાં આવી છે.'


વીડિયોમાં ગુપ્તેશ્વર પાન્ડેયને 'રોબિનહુડ બિહાર કે' કહેવામાં આવ્યા
વીડિયોમાં પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાન્ડેયને 'રોબિનહુડ બિહાર કે' કહેવામાં આવ્યા છે. તેમને વર્ધીમાં દેખાડવામાં આવ્યા છે, યોગા કરતા પણ દેખાડવામાં આવ્યા અને જોગિંગ કરતા પણ. ગીતમાં એક લાઇન છે- રોબિનહુડ પધારે હૈં ઇલાકા ધુંઆ, ધુંઆ હોગા.... યે હત્યારે કો રખ દેતે હૈં ફાડ કે... વીડિયોમાં પૂર્વ ડીજીપીને લોકો ના હીરો પણ જણાવવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube