ચૂંટણીની તૈયારીઃ અમિત શાહ 9 જૂને બિહારમાં કરશે વર્ચુઅલ પત્રકાર પરિષદ અને રેલી
પ્રદેશ અધ્યક્ષ સંજય અગ્રવાલે કહ્યુ કે, કેન્દ્રની મોદી સરકારે હંમેશા વ્યાપારીઓની મદદ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કરવામાં આવેલા કાર્યોની લીધે 2019ની લોકસભા ચૂંટણીનમાં 55 ટકા મત મળ્યા અને એનડીએ ગઠબંધને 40માંથી 39 સીટ પોતાના નામે કરી હતી.
નવી દિલ્હીઃ બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly elections) યોજાવાની છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય અગ્રવાલે જણાવ્યુ કે, 9 જૂને ગૃહ મંત્રી અમિત શાહ ફેસબુક લાઇવ દ્વારા ઉત્તર બિહારના લોકો સાથે સંવાદ કરશે. સાથે દિગ્ગજ ભાજપ નેતા દક્ષિણ બિહારમાં બધા મુખ્ય નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. તેમણે જણાવ્યું કે, બિહાર ચૂંટણીને લઈને ભાજપ ડિજિટલ માધ્યમથી પ્રચાર માટે તૈયાર છે.
બિહારમાં શાહ કરશે વર્ચુઅલ રેલી
કોરોના વાયરસ અને લૉકડાઉનને ધ્યાનમાં રાખી લગભગ દોઢ મહિના બાદ ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સંજય અગ્રવાલે કહ્યુ કે, કેન્દ્રની મોદી સરકારે હંમેશા વ્યાપારીઓની મદદ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કરવામાં આવેલા કાર્યોની લીધે 2019ની લોકસભા ચૂંટણીનમાં 55 ટકા મત મળ્યા અને એનડીએ ગઠબંધને 40માંથી 39 સીટ પોતાના નામે કરી હતી. તેનો મતલબ છે કે દેશની જનતાની સાથે બિહારની જનતાએ પણ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કર્યો છે. આ કારણ છે કે પ્રદાનમંત્રી 2019માં એકવાર ફરી પીએમ બન્યા હતા.
પ્રદેશ અધ્યક્ષે કર્યા પીએમ મોદીના વખાણ
પ્રદેશ અધ્યક્ષે કહ્યુ કે, પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાયું નથી. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દેશમાં 7 લાખ લોકો માટે બેડ વાળી હોસ્પિટલ બનાવવામાં આવી હતી. દેશમાં 4 લાખ માસ્ક દરરોજ બનાવવામાં આવી રહ્યાં છે. દેશમાં ગરીબો માટે 1.70 લાખ કરોડનું પેકેજ આપ્યું અને વ્યાપારીઓ માટે 20 લાખ કરોડનું પેકેજ આપ્યું છે. બિહારને 86 હજાર કરોડ આપ્યા, દોઢ લાખ કરોડનું પેકેજ અલગથી આપવામાં આવ્યું છે.
આત્મનિર્ભર ભારતઃ પેરામિલિટ્રી ફોર્સે એક હજાર વિદેશી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો
સંજય અગ્રવાલે કહ્યુ- કેન્દ્રનું બિહાર પર ખાસ ધ્યાન
સંજય અગ્રવાલે કહ્યુ કે, કેન્દ્રથી જેટલો ભાગ બિહારને મળવો જોઈએ તેનાથી વધુ પ્રદેશને મળી રહ્યો છે. બિહાર સરકારને કેન્દ્રીય યોજનાની 74 ટકા રકમ આપવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેનાથી ઉલ્ટુ છે એટલે કે ત્યાંની સરકારને કેન્દ્રીય યોજનામાં માત્ર 26 ટકા ભાગ આપવામાં આવે છે. આગામી ચૂંટણી માટે ભાજપ પોતાની તૈયારી કરી રહ્યું છે. બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખી ડિજિટલ પ્રચાર પર વધુ ભાર રહેશે. આરજેડી પર પલટવાર કરતા ભાજપના નેતાએ કહ્યુ કે, તેજસ્વી જે કહે તે યોગ્ય હોય તે ન બની શકે. તેજસ્વી યાદવ તો પોતાના પિતા લાલૂ યાદવ અને શહાબુદ્દીનને પણ ગુનેગાર માનતો નથી, તો સુપ્રીમ કોર્ટ પર શું કહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર