Nupur Sharma Controversy:  ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદિત નિવેદનને દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં વિવાદનો અંત આવતો જોવા મળતો નથી. તાજો કેસ બિહારના સીતામઢી જિલ્લાના નાપુર પોલીસ મથક હદના બહેડા જાહિદપુરનો છે. અહીં રહેતા અંકિતને કેટલાક છોકરાઓએ એટલા માટે ચાકૂ મારી દીધુ કારણ કે તે પોતાના મોબાઈલ ફોનમાં નુપુર શર્માની પોસ્ટ જોઈ રહ્યો હતો. હાલ અંકિત ઝાને દરભંગાના બેન્તા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યાં તે જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યો છે. ઘાયલ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાયલ યુવક અંકિતે હોસ્પિટલમાં મીડિયાને જણાવ્યું કે શનિવારે ગામથી દૂર નાનપુરમાં એક પાનની દુકાન પર ઊભો રહીને તે મોબાઈલમાં નુપુર શર્માની પોસ્ટ જોતો હતો ત્યારે પાસે ઊભેલા ત્રણ યુવકો કે જે સ્મોકિંગ કરી રહ્યા હતા તેમણે ટોકતા કહ્યું કે શું તું નુપુર શર્માનો સમર્થક છે તો અંકિતે તેમને કહ્યું કે તમારે શું લેવા દેવા તો તે લોકોએ સિગારેટનો ઘુમાડો તેના મોઢા પર ફેંક્યો અને મારપીટ કરવા લાગ્યા. એટલામાં તે લોકોએ ચાકૂ કાઢીને તેના પર 5થી 6 વાર કર્યા. જેથી કરીને અંકિત ઘાયલ થઈ ગયો. 


NEET ની પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીનીઓના અંડરગાર્મેન્ટ્સ કઢાવ્યા, પોલીસે FIR દાખલ કરી


પિતાના આરોપ
ઘાયલ અંકિતના પિતા મનોજ ઝાએ આરોપ લગાવ્યો કે પોલીસે તેમના પર દબાણ બનાવીને પોતાની રીતે કેસ લખાવી લીધો છે. તેમણે કેસમાં નુપુર શર્મા પ્રકરણને હટાવી દીધુ છે. તેમણે કહ્યું કે આ ઘટના બાદ અમે લોકો ખુબ ડરેલા છે. ક્યાંક હુમલાખોરો ફરીથી હુમલો નકરે. તેમણે પોલીસ અને પ્રશાસન પાસે જાનમાલની સુરક્ષાની ગુહાર લગાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube