પટનાઃ 2024 Lok Sabha Elections: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની 2024 લોકસભા ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવાની ચર્ચાઓ વચ્ચે પટનામાં જેડીયૂ ઓફિસની બહાર કેટલાક પોસ્ટર લાગ્યા છે. ગુરૂવારે લગાવવામાં આવેલા પોસ્ટરમાં જે લખ્યું છે તેને જોઈને લાગી હ્યું છે કે નીતિશ કુમાર 2024માં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર હશે. રાજધાની પટનામાં લાગેલા એક પોસ્ટરમાં લખ્યું છે કે પ્રદેશમાં દેખાયું, હવે દેશમાં દેખાશે. બીજા પર લખ્યું છે- આશ્વાસન નહીં સુશાસન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JDU નું શું છે સ્ટેન્ડ?
નીતિશ કુમાર વિપક્ષનો ચહેરો હશે કે નહીં, તેના પર જેડીયૂનું કહેવું છે કે નીતિશમાં પ્રધાનમંત્રી બનવાના બધા ગુણ છે પરંતુ ઉમેદવાર નથી. પરંતુ પટનામાં જે પોસ્ટર લાગ્યા છે કે પીએમની રેસ તરફ ઇશારો કરી રહ્યાં છે. એક પોસ્ટરમાં ભાજપને જવાબ આપવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે નીતિશ છે તો સુશાસન છે. 


મહિલાઓના સૌથી મોટા દુશ્મન માટે આવી ગઈ વેક્સીન, એક ક્લિકમાં જાણો તમામ વિગત


વિપક્ષી પાર્ટીઓને એક કરવાના પ્રયાસ શરૂ
માનવામાં આવી રહ્યું છે કે કેસીઆરના બિહાર પ્રવાસમાં નીતિશ કુમાર સાથે મુલાકાત બાદ વિવિધ રાજ્યોમાં મજબૂત વિપક્ષી દળોની એકતાની કવાયત શરૂ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ નીતિશ કુમાર કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ માહોલ તૈયાર કરવાની સાથે વિપક્ષી દળોને એક કરવા માટે પ્રદર્શન પણ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube