નવી દિલ્હી: બિહારમાં સીટ શેરિંગને લઇ પક્ષ અને વિપક્ષ બંનેમાં ખેચતાણ જોવા મળી રહ્યું છે. એક બાજુ એનડીએમાં સીટ શરિંગ પર નિર્ણય ન આવતા વિવાદ વધી રહ્યો છે, તો મહાગઠબંધનમાં સીટ શેરિંગની ફોર્મૂલ્યા કોઇને સમજાઇ રહી નથી. એવામાં જ્યાં કોંગ્રેસ અલગ તાલ ઠોક રહી  છે, ત્યારે અન્ય દળ પણ તેમનો દાવો કરી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસની તરફથી બિહારની સીટો પર ચૂંટણી માટે મોટું નિવેદન આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ બિહારમાં સમગ્ર 40 સીટો પર લડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે પાર્ટી રાજ્યની તમામ 40 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જ્યાં અમે ચૂંટણી નહીં લડીએ ત્યાં સહયોગી દળ આરજેડી અને અન્ય પાર્ટીઓને ઉતારવામાં આવશે. શક્તિ સિંહ ગોહિલના આ નિવેદનના બે અર્થ સામે આવી રહ્યાં છે.


વધુમાં વાંચો: કોલકાતમાં ભાજપની રથયાત્રા પર લાગી રોક, HCએ બદલ્યો નિર્ણય


એક તો કોંગ્રેસ આ નિવેદનની સાથે પોતાને બિહારમાં મહાગઢબંધનનો મોટા ભાઇ જણાવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ તેમને યૂપીએને ફરીથી જીવતી કરવા માગે છે. જેણે ઘણા સમયથી મહાગઠબંધનનો રૂપ લિધો છે. જોકે, અત્યાર સુધી મહાગઠબંધનના નેતા સ્પષ્ટ થઇ શક્યા નથી એટલા માટે હવે કોંગ્રેસ યૂપીએની સરકાર બનાવવાની કવાયતમાં જોડાઇ છે.


હકીકતમાં, ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની મોટી જીત બાદ હવે પાર્ટીનો રૂખ બદલાઇ ગયો છે. પાર્ટી હવે ફરીથી યૂપીએને પાટા પર લાવવા માગે છે. જેનું પ્રમુખ દળ કોંગ્રેસ છે. ભાજપની સરકાર આવ્યા બાદ કોંગ્રેસને મળેલી સતત હારથી યૂપીએ ક્યાંય દેખાઇ રહી ન હતી. કેમકે, બધા દળ મળીને તેને મહાગઠબંધનનું નામ આપી રહ્યાં છે. જોકે કોંગ્રેસ પણ તેના માટે તૈયાર હતી પરંતુ હવે ત્રણ રાજ્યોમાં મોટી જીત બાદ હવાનો રૂખ બદલાઇ રહ્યો છે.


વધુમાં વાંચો: લોકસભા વેલમાં જઇ હંગામો મચાવનારા સાંસદો હવે સસ્પેન્ડ થશે


કેમ પ્રભારિઓને સોંપવામાં આવ્યું કાર્ય?
કોંગ્રેસની મોટી જીત બાદથી બધા પ્રદેશમાં પાર્ટીના નેતાઓનો સૂર બદાલઇ ગયો છે. હવે પ્રદેશના નેતાઓ પણ કોંગ્રેસને મોટો ભાઇ મારી રહ્યાં છે. ત્યારે સીટ, વહેચણી પર પણ મોટાભાગનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે કદાચ ઉચ્ચ અધિકાર દ્વારા પ્રભારીઓને પણ આ કાર્ય સોંપવામાં આવ્યું છે કે મહાગઠબંધન બનાવ્યા છતાં યૂપીએમાં બધા દળોને સામેલ કરવામાં આવે.


વધુમાં વાંચો: મહિલા ટીવી એંકરો માટે દારૂલ ઉમૂલ દેવબંધનો ફતવો, કહ્યું સ્કાર્ફ પહેરવો જરૂરી


મોટો સવાલ મહાગઠબંધનના નેતા કોણ?
મહાગઠબંધનના નેતાને લઇને બિહાર સહિત સમગ્ર દેશમાં મોટો સવાલ બન્યો છે કે, મહાગઠબંધન તૈયાર થાય છે તો તેના નેતા કોણ હશે. મહાગઠબંધનમાં રાહુલ ગાંધીને પીએમ તરીકે અત્યાર સુધી કોઇપણ મોટા નેતાએ સ્વિકાર કર્યા નથી. પરંતુ જો યૂપીએની વાત કરીએ તો તે સ્પષ્ટ છે કે તેના નેતા રાહુલ ગાંધી જ હશે.


વધુમાં વાંચો: હવે RAC અને વેઇટિંગ કરનાર યાત્રીને મળશે કન્ફર્મ સીટ, TTE સાથે નહી કરવું પડે સેટિંગ


જો શક્તિ સિંહ ગોહિલના નિવેદનની વાત કરીએ તો તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ 40 સીટો પર બિહારમાં ચૂંટણી લડશે. જોકે તેમણે ગુરૂવારે ઉપેન્દ્ર કુશવાહાને યૂપીએમાં શામેલ કરતા કહ્યું હતું કે બધા દળો ભેગા મળીને સીટોની વહેંચણી કરશે. પરંતુ હવે તેમના નિવેદનનું ઘણા અર્થ સામે આવી રહ્યાં છે.


તમને જણાવી દઇએ કે ઉપેન્દ્ર કુશવાહાએ પણ ગુરૂવારે કહ્યું હતું કે તેમની પાર્ટી હવે યૂપીએનો ભાગ છે. તેમણે મહાગઠબંધની કવાયતને લઇ કંઇપણ બોલ્યા ન હતા અને તેમની પાર્ટીને યૂપીએનો ભાગ બનાવવા માટે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...