ભાજપના તારકિશોર અને રેણુ દેવી ડેપ્યુટી CMની રેસમાં, સ્પીકર પણ પોતાના ઈચ્છે છે પાર્ટી
બિહારમાં ડેપ્યુટી સીએમને લઈને પિક્ચર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સૂત્રો પ્રમાણે ભાજપના તારકિશોર અને રેણુ દેવી ડેપ્યુટી સીએમ હશે. ભાજપ સ્પીકર પણ પોતાના ઈચ્છે છે.
પટનાઃ બિહારમાં ડેપ્યુટી સીએમને લઈને પિક્ચર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સૂત્રો પ્રમાણે ભાજપના તારકિશોર અને રેણુ દેવી ડેપ્યુટી સીએમ હશે. ભાજપ સ્પીકર પણ પોતાના ઈચ્છે છે. પરંતુ તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ નાયબ મુખ્યમંત્રી પર પોતાના પત્તા ખોલ્યા નથી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય તથા પ્રદેશનું નેતૃત્વ તેના પર નિર્ણય કરશે.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા રેણુ દેવીએ કહ્યું કે પાર્ટી તરફથી જે જવાબદારી મળી છે તેને નિભાવીશ. પાર્ટીએ એક કાર્યકર્તાને જવાબદારી આપી છે. કાર્યકર્તા જ્યાં લગાવી દેશે ત્યાં કામ કરીશું.રેણુ દેવીને ડેપ્યુટી સીએમ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યું કે, આ વિશે કંઈ જાણતી નથી. તો તારકિશોરપ્રસાદ પણ ડેપ્યુટી સીએમ પદ પર કંઈ બોલ્યા નહીં. તેમણે કહ્યું કે, પાર્ટી જે જવાબદારી આપશે તેનો સ્વીકાર કરીશ. નીતીશ કુમારના નેતૃત્વમાં અમે કામ કરીશું.
બિહારઃ સુશીલ મોદી રેસમાંથી બહાર, એક નહીં 2-2 ડેપ્યુટી સીએમ હશેઃ સૂત્ર
નીતીશ કુમારે રજૂ કર્યો દાવો
મહત્વનું છે કે આજે નીતીશ કુમાર રાજ્યપાલ ફાગૂ ચૌહાણને એકલા મળવા ગયા અને તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. જ્યારે 2005થી સુશીલ મોદી તેમની સાથે રાજ્યપાલને મળવા જતા રહ્યા છે અને બંન્ને સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા હતા.
સુશીલ મોદીનું ટ્વીટ- કાર્યકર્તાનું પદ કોઈ ન છીનવી શકે
બિહારની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી કોણ હશે, તેના પર સસ્પેન્સ છે. આ વચ્ચે સુશીલ મોદીએ એક ટ્વીટ કર્યુ છે. તેમાં તેમણે લખ્યુ- 'ભાજપ અને સંઘ પરિવારે મને 40 વર્ષના રાજકીય જીવનમાં એટલું લગભગ બીજા નેતાને મળ્યું હશે. આગળ જે પણ જવાબદારી મળશે તે નિભાવીશ. કાર્યકર્તાનું પદ કોઈ છીનવી શકે નહીં.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube