મોતિહારીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, કોંગ્રેસે કાશ્મીરમાં બાકી ભારતીયો માટે જે અધિકાર છીનવ્યા હતા તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાસિલ કરાવીને દેશવિરોધી શક્તિઓને વળતો જવાબ આપ્યો છે. હવે દેશમાં કોઈપણ નાગરિકને કાશ્મીરમાં જમીન ખદીરીને તેને વસવાથી કોઈ રોકી શકે નહીં. આજે સંપૂર્ણ ભારત એક છે. આ કારણ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. તેઓ જિલ્લાના અરેરાજ સ્થિત સોમેશ્વર ઉચ્ચ વિદ્યાલયમાં બુધવારે ગોવિંદગંજ વિધાનસભાથી ભાજપના ઉમેદવારના પક્ષમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબો માટે કલ્યાણ કર્યું
તેમણે કહ્યું કે, પીએમ મોદીએ ગરીબોના કલ્યાણની સાથે દેશને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. યોગીએ કહ્યુ કે, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને એનડીએની સરકાર બનાવવાની છે. તેમણે કહ્યું કે, રાજનીતિમાં સારા ચરિત્રના લોકો જ આવવા જોઈએ જેથી વિકાસ સંભવ થાય. યૂપીમાં હવે તોફાનો થતા નથી. પહેલા દર બીજા દિવસે તોફાનો થતા હતા. અમારી સરકાર જ્યારથી આવી છે ગુનેગારો તથા માફિયાઓની 1 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે. 


વિકાસ અને સુશાસનની લડાઈ છે બિહારમાં
બિહારમાં વિકાસ તથા સુશાસનની લડાઈ છે. એનડીએની સરકાર બનાવો જેથી મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે-સાથે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થાય. નરેન્દ્ર મોદીએ 2019મા પ્રધાનમંત્રી પદના બીજીવાર શપથ લેતા કહ્યુ હતુ કે પ્રથમ પાંચ વર્ષ ગરીબો માટે અને બીજા પાંચ વર્ષ દેશના ઉત્થાન માટે હશે. તેમણે કહ્યું કે, બિહારના લોકો પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરતા કહ્યું કે, બિહારના લોકો પરદેશી નથી. બિહારનો દરેક વ્યક્તિ અમારો માણ છે. 


મતદાનના દિવસે સવારે 'મહાગઠબંધનને મત આપો' કહી ફસાયા રાહુલ ગાંધી, ચૂંટણી પંચમાં ફરિયાદ


બિહારના બધા લોકોએ અયોધ્યા આવવું જોઈએ
આ વખતે દેશની અંદર ધર્મની રાજનીતિને સ્થાન આપવાનું નથી. ચંપારણનું નામ લેતા યોગીએ કહ્યું કે, સત્યાગ્રહના નામ પર શાંતિપૂર્ણ રીતે પોતાની માગોને ચંપારણના કિસાનોએ મહાત્મા ગાંધીની સાથે રાખી જે એક મિસાલ છે. અયોધ્યાની ચર્ચા કરતા સીએમે કહ્યું કે, બિહારના બધા લોકોએ અયોધ્યા આવવું જોઈએ અને એકવાર માતા સીતા અને રામના દર્શન જરૂર કરવા જોઈએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube