બિહારઃ `ક`થી ક્રાઇમ, `ખ`થી ખતરો, `ગ`થી ગોળી, ભાજપે જાહેર કરી લાલૂ રાજની ડિક્શનરી
ભાજપ લાલૂ યાદવના 15 વર્ષના શાસન કાળની ડિક્શનરી લઈને આવ્યું છે. ભાજપે આ ડિક્શનરીમાં કહ્યું કે, 1990થી 2005 સુધી તે સમયમાં કનો અર્થ ક્રાઇમ, ખનો અર્થ ખતરો અને ગનો અર્થ ગોળી થતો હતો.
પટનાઃ બિહાર ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. રાજ્યનું રાજકીય તાપમાન 7 નવેમ્બરે અંતિમ તબક્કાનું મતદાન ન થયા ત્યાં સુધી સતત વધવાનું છે. આ વચ્ચે એક તરફ એનડીએ તો એક તરફ મહાગઠબંધન એકબીજાના 15 વર્ષના રેકોર્ડને લઈને તૈયાર છે. બંન્ને ગઠબંધ પોતાની ટર્મને સારી અને વિપક્ષની ટર્મને ખરાબ, બેકાર અને બકવાસ ગણાવી રહ્યાં છે.
આ સિલસિલામાં ભાજપ લાલૂ યાદવના 15 વર્ષના શાસન કાળની ડિક્શનરી લઈને આવ્યું છે. ભાજપે આ ડિક્શનરીમાં કહ્યું કે, 1990થી 2005 સુધી તે સમયમાં કનો અર્થ ક્રાઇમ, ખનો અર્થ ખતરો અને ગનો અર્થ ગોળી થતો હતો.
ભાજપે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ ડિક્શનરીને જાહેર કરી છે. જ્યાં ઘથી ઘોટાલા, ચથી ચરવાહા વિદ્યાલય. ભાજપનું કહેવું છે કે આ એવી શાળા હતી જ્યાં અભ્યાસ કરતા બાળકોને વધુ રજા મળતી હતી. ભાજપે કહ્યું કે, આ હતું... લાલૂનું જંગલ રાજ..
બિહાર ચૂંટણી 2020: રોમાંચક મુકાબલો, ગઠબંધન 4 પરંતુ CM પદ માટે 6 દાવેદાર
15 વર્ષની કોઈપણ સિદ્ધિ પર ડીબેટ કરી લે નીતીશઃ તેજસ્વી
તો તેજસ્વી યાદવે પણ નીતીશ કુમારને પડકાર આપતા કહ્યું કે, તે પોતાના 15 વર્ષના કાર્યકાળની કોઈપણ સિદ્ધિ પર ડીબેટ કરી લે, તે માટે તે તૈયાર છે.
બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube